Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજીની ખુબસૂરત પ્રેમકહાની... પ્રેમપત્ર પણ લખ્યો હતો

નવી દિલ્હી : આ કહાનીની શરૂઆત ૪૦ના દશકમાં થઇ હતી, જયારે અટલજી ગ્વાલિયરની એક કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતાં. બંન્નેએ પોતોના સંબંધને કોઇપણ નામ ન હતું આપ્યું. પરંતુ કુલદીપ નૈયર પ્રમાણે આ ખૂબસૂરત પ્રેમ કહાની હતી. અટલ બિહારી વાજપેયી અને રાજકુમારી કૌલ વચ્ચેના આ સંબંધની રાજનૈતિક જીવનમાં પણ ઘણી ચર્ચા પણ થઇ હતી. દક્ષિણ ભારતના પત્રકાર ગિરીશ નિકમના એકે ઇન્ટરવ્યૂમાં પણ અટલ અને શ્રીમતી કૌલ માટેના અનુભવ જણાવ્યાં હતાં. તેમનું કહેવું હતું કે તે જયારે પણ અટલજીના નિવાસસ્થાને ફોન કરતાં હતાં ત્યારે ફોન મિસિસ કૌલ ઉપાડતા હતાં. જયારે તેમની વાત મિસિસ કૌલ સાથે થઇ ત્યારે તેમણે કહ્યું હતું કે, 'હું મિસિસ કૌલ, રાજકુમારી કૌલ છું. વાજપેયી અને હું ઘણાં સમયથી મિત્રો છીએ. ૪૦થી વધારે વર્ષો પહેલાના મિત્રો છીએ.'

અટલજી પર લખાયેલ એક પુસ્તક 'અટલ બિહારી વાજપેયીૅં અ મેન ઓફ ઓલ સીજંસ'ના લેખક અને પત્રકાર કિંગશુક નાગે લખ્યું હતું કે પબ્લિશ રિલેશન પ્રોફેશનલ સનુીતા બુદ્ઘિરાજાના મિસિસ કોલ સાથે સારા સંબંધ હતાં. તે એવા દિવસો હતા જયારે છોકરી અનો છોકરાની મિત્રતાને સારી નજરથી જોવામાં આવતા ન હતાં. એટલે સામાન્ય રીતે પ્રેમ થાય તો પણ પોતાની ભાવનાઓને ખુલીને કહી ન હતાં શકતાં. જે પછી પણ યુવા અટલે લાઇબ્રેરીમાં એક પુસ્તકની અંદર રાજકુમારી માટે એક પત્ર મુકયો હતો. પરંતુ તેમને એ પત્રનો કોઇ જવાબ મળ્યો ન હતો. પુસ્તકમાં રાજકુમારી કૌલના પરિવારના એક નજીકના સગા પ્રમાણે લખવામાં આવ્યું છે કે તે અટલ સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ ઘરમાં તેનો જબરદસ્ત વિરોધ થયો. જોકે અટલ બ્રાહ્મણ હતાં પરંતુ કૌલ પોતાની જાતને વધારે સારા કુળના માનતા હતાં.(૨૧.૨૨)

 

(9:23 am IST)