Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજીની રાજકીય સફર સ્વાતંત્ર્ય સેનાની તરીકે શરૂ થઇ હતી

અટલજીની રાજકીય સફર સ્વાતંત્ર્ય સેનાની તરીકે શરૂ થઇ હતી. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં બીજા નેતાઓ સાથે તેમણે ભાગ લીધો અને જેલમાં પણ ગયા હતા. આ દરમ્યાન તેમની મુલાકાત ભારતીય જનસંઘના નેતા શ્યામાપ્રસાદ મુખરજી સાથે થઇ. અટલજીએ મુખરજી પાસેથી રાજકારણના દાવપેચ શીખ્યા. મુખરજીની તબીયત સારી નહોતી રહેતી અને થોડા સમયમાં જ તેમનું મૃત્યુ થયું ત્યાર પછી અટલજીએ જ ભારતીય જનસંઘનું નેતૃત્વ સંભાળ્યું અને આખા દેશમાં તેનંુ વિસ્તરણ કર્યું.

- ૧૯૫૪માં બલરામપુર બેઠક પરથી તે સંસદસભ્ય તરીકે ચૂંટાયા. જુવાનીમાં પણ અટલજી પોતાની રાજકીય વિચાર શકિત અને સમજણને કારણે ઘણું માન સન્માન મળ્યું.

- ૧૯૬૮માં દિનદયાળ ઉપાધ્યાયના અવસાન પછી અટલજી જનસંઘના રાષ્ટ્રીય પ્રમુખ બની ગયા. ત્યાર પછી તેમણે કેટલાય વર્ષો સુધી નાનાજી દેસાઇ, બલરાજ મધોક અને લાલકૃષ્ણ આડવાણી સાથે મળીને જનસંઘ પક્ષને ભારતીય રાજકારણમાં આગળ વધારવા માટે સખ્ત મહેનત કરી.

- ૧૯૭૭માં ભારતીય જનસંઘ પક્ષે ભારતીય લોકદળ સાથે ગઠબંધન કરી લીધું અને તેને જનતા પક્ષ નામ અપાયું. જનતા પક્ષે બહુ જલ્દી વિકાસ કર્યો અને સ્થાનિક ચૂંટણીઓમાં સફળતા પણ મેળવી. ત્યારપછી જનતા પાર્ટીના નેતા મોરારજી દેસાઇ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે અટલજીને વિદેશ પ્રધાન બનાવાયા ત્યારે તેઓ ચીન અને પાકિસ્તાન પ્રવાસે ગયા જયાં તેમણે આ દેશો સાથે સંબંધ સુધારવાનો પ્રસ્તાવ મુકયો.

- ૧૯૭૯માં જયારે=ઢ મોરારજી દેસાઇએ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું ત્યારે જનતા પક્ષ વિખરાવા લાગ્યો. અટલજીએ ૧૯૮૦માં ભૈરવસિંહ શૈખાવત અને લાલકૃષ્ણ આડવાણી સાથે મળીને ભારતીય જનતા પક્ષ બનાવ્યો અને પક્ષના પહેલા રાષ્ટ્રીય પ્રમુુખ બન્યા. પછીના પાંચ વર્ષો સુધી અટલજી જ પક્ષના પ્રમુખ રહયા.

- ૧૯૮૪ની ચૂંટણીમાં ભાજપાને ફકત ર બેઠકો મળી હતી, આ નામોશીભરી હાર પછી અટલજીએ પક્ષને મજબુત બનાવવા તનતોડ મહેનત કરી અને સંસદની ૧૯૮૯ની ચૂંટણીમાં ભાજપાને ૮૮ બેઠકો અપાવી.

- ૧૯૮૯માં વિરોધ પક્ષો માંગણી પ્રમાણે ફરીથી સંસદની ચૂંટણી થઇ જેમાં ૧૨૦ બેઠકો સાથે ભાજપા આગળ હતો.

- ૧૯૯૩માં અટલજી સંસદમાં વીપક્ષના નેતા બન્યા હતા. નવેમ્બર ૧૯૯૫માં મુંબઇમાં થયેલ ભાજપી કોન્ફરન્સમાં અટલજીને ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા.

- ૧૯૯૬માં થયેલ ચંૂટણીમાં ભાજપા સોૈથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો. મે ૧૯૯૬માં ભાજપા ને જીત મળી અને અટલજીને વડાપ્રધાન પદ માટે પસંદ કરાયા હતા પણ ભાજપાને બીજા પક્ષોનો ટેકો ન મળ્યો એ કારણે ભાજપા સરકારનું પતન થયું અને ફકત ૧૩ દિવસમાં અટલજીએ રાજીનામું આપવું પડયું.

- ૧૯૯૬ થી ૯૮ વચ્ચે બે વાર બીજી સરકારો બની પણ ટેકો ન મળતા તેનું પણ પતન થયું. ત્યાર પછી ભાજપાએ બીજા પક્ષો સાથે મળીને નેશનલ ડોમેસ્ટીક એલાયન્સ (એનડીએ) નું ગઠન કર્યું. ભાજપાને ફરીથી સતા મળી પણ આ વખતે પણ તેની સરકાર ૧૩ મહિના જ ટકી. અન્ના દ્રવિડ મુન્નેત્ર પક્ષે પોતાનો ટેકો પાછા ખેંચી લીધો હતો.

- ૧૯૯૯માં કારગીલમાં ભારત પાકિસ્તાન યુધ્ધ ભારતને મળેલા વિજયે અટલજીની સરકારને વધુ મજબુત બનાવી દીધી હતી. આ જીત પછી લોકો તેમને એક સારા ભાવી નેતાના રૂપે જોવા લાગ્યા.

- ત્યારપછી થયેલ ચૂંટણીમાં ભાજપાએ એનડીએને ફરીથી મજબુત કરીને ચૂંટણી લડી. કારગીલ જીતથી ભારતીયો બહુ પ્રભાવીત હતા એટલે ભાજપાને જીતાડી દીધો હતો. ત્યાર પછી અટલજી ત્રીજી વાર વડાપ્રધાનની ખુરશી પર બેઠા.

- વાજપેયી સરકારે આ વખતે પાંચ વર્ષ પુરા કર્યા અને આવુ કરનાર પહેલો નોન કોંગ્રેસી પક્ષ બની ગયો. બધા પક્ષોના ટેકાથી અટલજીએ દેશની આર્થિક વ્યવસ્થા સુધારવા માટે ખાનગી ક્ષેત્રને આગળ વધારવાનો નિર્ણય કર્યોં. અટલજીની મુખ્ય યોજનાઓ નેશનલ હાઇવે વિકાસ પ્રોજેકટ અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હતી.

- અટલજીએ વિદેશ રોકાણને પ્રોત્સાહન આપ્યું અને આઇટી સેકટર માટે લોકોને જાગૃત કર્યા. સાલ ૨૦૦૦માં અમેરીકાના પ્રમુખ બિલ કિલન્ટન ભારત પ્રવાસે આવ્યા હતા જેની દેશની પ્રગતિ અને બંન્ને દેશોના સંબંધ પર બહુ પ્રભાવ પડયો.

- ૨૦૧૧માં અટલજીએ પાકિસ્તાનમાં  રાષ્ટ્રપતિ  પરવેઝ મુશરર્ફને ભારત આવવાનું નિમંત્રણ પાઠવ્યુ તે ઈચ્છતા હતા કે  બંન્ને દેશોના સંબધો સુધરે , આગરામાં થયેલી આ વાત હજુ  સુધી લોકોને યાદ છે.  પણ તેમનુ આ પગલુ સફળ ન થયુ. અટલજીની વિદેશ નીતીથી બહુ ફેરફાર ન થાય પણ પ્રજાએ તેને વખાણી હતી.

- ૨૦૦૧માં અટલજીએ સર્વ શિક્ષા અભિયાનની પણ શરૂઆત કરી.

- આર્થિક સુધારણા માટે અટલજીએ  ઘણી બધી  યોજનાઓ  ચાલુ કરી  જેના લીધે  ૬ થી ૭ ટકાનો  વિકાસ દર મેળવી શકાયો. એ વખતે ભારતનુ નામ  આખી દુનિયામાં વિખ્યાત થયુ.

- ૨૦૦૪માં  કોંગ્રેસની જીત પછી અટલજીએ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યુ હતુ.

- ૨૦૦૫માં અટલજીએ સક્રિય રાજકારણમાંથી રીટાયરમેન્ટ જાહેર કર્યુ હતુ. ત્યાર પછી ૨૦૦૯માં થયેલ ચુંટણીમાં તેમણે ભાગ નહોતો લીધો.

 

(9:21 am IST)