Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

મોત સે ઠન ગઇ, ઝૂકને કા મેરા ઇરાદા ન થા...

અટલ યુગનો અંત : અટલજીના કાવ્યોમાં નીતરતી ખુમારી.... રાજનીતિમાં પણ તેઓ 'અટલ' રહ્યાઃ મેં જી ભર જીયા, મેં મન સે મરૃં... લોટ કર આઉંગા ખુદ સે કયું ડરું?

અનેક પ્રતિભાઓ ધરાવતા રાજકારણી અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણમં છેલ્લા વર્ષોથી સક્રિય છે. પોતાની રાજકિય સફરમાં વાજપેયીજી સોૈથી આદર્શવાદી અને પ્રશંસનીય રાજનેતા હતા. અટલજી જેવા નેતા હોવા આખા દેશ માટે ગર્વની વાત છે. તેમના ઘણા બધા કાર્યોને લીધે દેશ આજે આ મુકામ પર છે. જવાહરલાલ નેહરૂ પછી જો કોઇ નેતા ૩ વાર વડાપ્રધાન બન્યા હોય તો તે અટલજી જ છે. અટલજી છેલ્લા પાંચ દાયકાથી સંસદમાં સક્રિય હતા. સાથે જ તે એકમાત્ર એવા સંસદસભ્ય છે જે ચાર અલગ - અલગ રાજયોમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. અટલજી ભારતની આઝાદી પહેલા જ રાજકારણમાં આવી ગયા હતા, તેમણે ગાંધીજીની સાથે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો અને ઘણીવાર જેલ યાતના પણ ભોગવી હતી.

અટલજી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા, તે બહુ સારા કવિ પણ હતા અને રાજકારણ પર પણ પોતાની કવિતા અને વ્યંગ દ્વારા બધાને આશ્ચર્યચકિત કરતા. તેમની ઘણી રચનાઓ પ્રકાશિત પણ થઇ છે. જે આજે પણ લોકો વાંચે છે. અટલજીને પોતાની માતૃભાષા હિંદી માટે બહુ પ્રેમ હતો, અટલજી એવા પહેલા નેતા હતા જેમણે યુ.એન. જનરલ એસેંબલીમાં પોતાનું ભાષણ હિંદીમાં આપ્યું હતું. અટલજી પહેલીવાર ફકત ૧૩ દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. ત્યાર પછી એક વર્ષ બાદ તે ફરીથી વડાપ્રધાન બન્યા પણ એ વખતે પણ તે એક વર્ષ જ વડા પ્રધાન રહી શકયા હતા. ત્રીજીવાર અટલજી જયારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પુર્ણ કર્યો હતો. અને તેને સોૈથી વધારે સફળ ગણવામાં આવ્યો હતો.

અટલજીનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલીયર જિલ્લામાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમને સાત ભાઇ-બહેન હતા. તેમના પિતા કૃષ્ણબિહારી સ્કૂલ ટીચર અને કવિ હતા. સ્કૂલના અભ્યાસ પછી અટલજીએ લક્ષ્મીબાઇ કોલેજમાંથી પોતાનું ગ્રેજયુએશન પુરૂ કર્યાં પછી તેમણે કાનપુરની ડીએવીવી કોલેજમાંથી ઇકોનોમીકસમાં પોતાનું પોસ્ટ ગ્રેજયુએશન કર્યું હતું. તેમણે લખનોૈની લો કોલેજમાં એડમીશન માટે અરજી પણ આપી હતી પણ પછી તેમની ભણવાની ઇચ્છા નહોતી થઇ અને તે આરએસએસ દ્વારા પ્રકાશીત મેગેઝીનમાં એડીટરનું કામ કરવા લાગ્યા. અટલજી એક બહુ સારા પત્રકાર, રાજકારણી અને કવિ તરીકે ઓળખાય છે. અટલજીએ લગ્ન નહોતા કર્યા પણ બી એન કોલની બે દિકરીઓ નમિતા અને નંદિતાને દતક લીધી હતી. અટલજી સાચા દેશભકત હતા, અભ્યાસ સમય દરમ્યાન પણ આઝાદીની લડાઇમાં તે મોટા મોટા નેતાઓની સાથે ઉભા રહયા હતા. તેઓ તે સમયે પણ ઘણા બધા હિંદી સમાચારપત્રોના તંત્રી પણ હતા.

અટલજીએ સત્તામાં આવ્યા બાદ કરેલા કાબિલેદાદ કાર્યો

- સત્તામાં આવ્યાના ૧ મહિના પછી અટલજીએ તેની સરકારે મે - ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણમાં ૫ ભૂગર્ભ અણુ ધડાકાનું પરિક્ષણ સફળ રીતે કર્યુ હતુ જેની ચર્ચા દેશ વિદેશમાં થઇ હતી.

- અટલજી દ્વારા  શરૂ કરવામાં આવેલ નેશનલ હાઇવે  ડેવલોપમેન્ટ પ્રોજેકટ (એનએચડીપી) અને પ્રધાનમંત્રી  ગ્રામ સડક યોજના (પીએમજી એસવાય) તેમને બહુ જ પસંદ હતી.  તેનુ કામ તેઓ પોતે જોતા હતા.  એન એચડીપી વડે તેમણે  દેશના ચાર મેટ્રોસીટી દિલ્હી, મુંબઇ , ચેન્નાઇ, અને કલકતા ને જોડવાનુ કામ કર્યુ હતુ.  પીએમ જીએસવાય દ્વારા  આખા  ભારતને  સારા રસ્તાઓ  મળ્યા કારણકે તેનાથી નાના ગામો પણ શહેરો સાથે જોડાયા હતા.

- કારગીલ યુધ્ધ અને આતંકવાદી હુમલા દરમ્યાન અટલજી દ્વારા લેવાયેલ નિર્ણય તેમના નેતૃત્વ અને કુટનીતીએ બધાને પ્રભાવિત કર્યા હતા.

 

(9:19 am IST)