Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અમેરિકામાં સાન્‍તા કલારા કાઉન્‍ટી, સાન જોસ, કેલિફોર્નિયા મુકામે ભારતનો ૭૨મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયોઃ સાન ફ્રાન્‍સિસ્‍કો ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી વેંકટેશન અશોક, સુપ્રસિધ્‍ધ બોલીવુડ સિંગર બપ્‍પી લહેરી, જુદા જુદા શહેરોના મેયરો, કાઉન્‍સીલ મેમ્‍બર્સ, એસેમ્‍બલી મેમ્‍બર સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિઃ સવારે ૧૧ વાગ્‍યાથી રાત્રિના ૧૧ વાગ્‍યા સુધી કરાયેલી ભવ્‍ય ઉજવણીમાં ઇન્‍ડિયા ડે પરેડ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા દેશભક્‍તિ સભર બોલીવુડ ગીતોનો ૨૦ હજાર લોકોએ આનંદ માણ્‍યો

સાન્‍તા કલારાઃ અમેરિકામાં સાન્‍તા કલાશ કાઉન્‍ટી ફેરગ્રાઉન્‍ડસ, સાન જોસ, કેલિફોર્નિયા મુકામે ૪ ઓગ.ના રોજ દબદબાભેર ભારતનો ૭૨મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાઇ ગયો.

આ પ્રસંગે સાન ફ્રાન્‍સિસ્‍કો ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી વેંકટેશન અશોક, બોલીવુડ સિંગર બીપ્‍પી લહેરી, સહિત ૨૦ હજાર જેટલા લોકો હાજર રહ્યા હતા.

નોન પ્રોફિટ એશોશિએશન ઓફ ઇન્‍ડો અમેરિકન્‍સ, બોલી ૯૨-૩ તથા CPA સંજીવ ગુપ્‍તાના સંયુક્‍ત ઉપક્રમે કરાયેલી આ ઉજવણીમાં સાન ફ્રાન્‍સિસ્‍કો બે એરીયામાં આવેલા ૩૦ જેટલા ઓર્ગેનાઇઝેશન્‍શ જોડાયા હતા.

આ તકે બોલીવુડ સિંગર બપ્‍પી લહેરીના સંગીતનો પ્રોગ્રામ યોજાયો હતો. સવારે ૧૧ વાગ્‍યાથી રાત્રિના ૧૧ વાગ્‍યા સુધી ચાલેલી ઉજવણીમાં જુદા જુદા સાંસ્‍કૃતિક તથા મનોરંજન પ્રોગ્રામ યોજાયા હતા. તથા ઇન્‍ડિપેન્‍ડન્‍સ ડે પરેડનું આયોજન કરાયું હતું.

ઉજવણીમાં ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સાથે સાન જોસ મેયર, સેનેટર, એસેમ્‍બલી મેમ્‍બર આશા કાલરા, સાન્‍તા કલારા કાઉન્‍ટી શેરીફ, ફ્રેમન્‍ટ મેયર, કયુપરટીનો મેયર, મિલ્‍પીટાસ મેયર, કેમ્‍પબેલ મેયર, કુપરટીનો કાઉન્‍સીલ મેમ્‍બર સુશ્રી સવિતા વિદ્યાનાથન, રાજ સલવાન, સહિતના મહાનુભાવો જોડાયા હતા.

(9:01 pm IST)