Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

2 હજાર વર્ષ પહેલા રાણી કિલિયોપેટ્રાને આત્‍મહત્‍યા બાદ દફનાવવામાં આવ્‍યા હતા તે ‘મમી' મળી આવ્‍યુ

કૈરો: મિસરના એલેક્ઝાડ્રિયા શહેરની પાસે તપોસિરિસ મગ્નમાં બે મમી મળ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 2000 વર્ષ પહેલા રાણી કિલિયોપેટ્રાને આત્મહત્યા બાદ અહી દફનાવવામાં આવી હશે. મિસરના મંદિરમાં સનસનીખેજ શોધ બાદ પુરતત્વવિદ લાંબા સમયથી કિલિયોપેટ્રાના ગુમ થયેલા મકબરાની શોધની નજીક છે.

મિસરની અંતિમ રાણી અને દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ કિલિયોપેટ્રા, ઈતિહાસની સૌથી લોકપ્રિય મહિલા શાસક છે. પરંતુ તેના અંતિમ સંસ્કારને લઈને આજે પણ રહસ્ય રહેલું છે. કેટલાક જાણકાર કહે છે કે, દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ રાણી કિલિયોપેટ્રાને એલેક્ઝાંડ્રિયામાં દફનાવવામાં આવી છે. જ્યાં તે પેદા થઈ હતી અને તેણે રાજ કર્યું હતું. કેટલાક એમ પણ માને છે કે, તેને તપોસિરિસ મગ્નમાં દફનાવવામાં આવી છે. 

શોધને સનસનીખેજ માનવામાં આવી રહી છે. કેમ કે, તપોસિરિસમાં નેક્રોપોલિસ કે મૃતકોનાં શહેરના મહત્વને દર્શાવે છે. પાણી લાગવાને કારણે અહીં અનેક મમી ખરાબ થઈ ગઈ છે. પરંતુ સબૂત દર્શાવે છે કે, તેને સોનાના વરખમાં લપેટવામાં આવ્યા હશે. વાતને સાબિત કરવા માટે પૂરતુ છે કે, તે સમાજના મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યાં હશે.

મમીના એક્સરે વિશે માલૂમ પડ્યું કે, એક મહિલા અને એક પુરુષનું મમી છે. કહેવાઈ રહ્યું છે કે, પૂજારી કે પાદરીનું છે, જેને રાણીને શાસન કરવામાં મદદ કરી હતી. એક મમીના સોનાના વર્ક પર પુનુજન્મના પ્રતીક ઝિંગુરને બનાવવામાં આવ્યું છે. તપોસિરિસમાં ખોદકામ છેલ્લાં 14 વર્ષથી ચાલી રહ્યું છે અને ડો.કેથલીન માર્ટિનેજના દેખરેખમાં કામ ચાલી રહ્યું છે. 

કેથલીન કહે છે કે, નવી શોઝ વિશે તેઓને વિશ્વાસ છે કે, કિલિયોપેટ્રાને મંદિરમાં દફનાવવામાં આવી હશે. એમ પણ સૂચવાયું હશે કે, બે મુખ્ય પૂજારી કે પદરીઓને રાણી સાથે દફનાવવામાં આવ્યાની વાતચીત પણ થઈ હશે. કિલિયોપેટ્રાના મકબરાની શોધ ચાલુ છે. એવુ માનવામાં આવે છે કે, તપોસિરિસમાં અત્યાર સુધી પાંચ ટકા ખોદકામ થયું છે. ઉલ્લેખનીય છે કે, કિલિયોપેટ્રા -VII (Cleopatra-VII) 70 કે 69 બીસી (B.C.) માં પેદા થઈ હશે અને તેણએ પોતાના સહ-રાજ્ય સંરક્ષકના રૂપમાં અંદાજે 30 વર્ષ સુધી રાજ કર્યું હશે. તેણે રોમના શાસક જુલિયસ સીઝર (Julius Caesar)સાથે લગ્ન કર્યાં હતા.

(5:04 pm IST)