Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સત્ય અને ન્યાયની હંમેશા રક્ષા થવી જોઇએ: ICJનાં ચુકાદા બાદ વડાપ્રધાન મોદીનું ટ્વિટ

આઇસીજેને તથ્યોનો અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લેવા માટે અભિનંદન

 

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ચૂકાદાનું સ્વાગત કર્યું હતું  પીએમ મોદીએ ટ્વીટ કરી ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે. આઇસીજેના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. સત્ય અને ન્યાયની હંમેશા રક્ષા થવી જોઇએ. આઇસીજેને તથ્યોનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવા માટે અભિનંદન. મને વિશ્વાસ છે કે કુલભૂષણ જાધવને ન્યાય મળશે. અમારી સરકાર ભારતના દરેક નાગરિકની સુરક્ષા અને સંભાળ માટે હંમેશા કામ કરતી રહેશે. દરેક ભારતીયને બચાવવામાં આવશે.

(11:47 pm IST)