Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આ તે કેવું આશ્ચર્ય પમાડે તેવું

નથી બીપી-નથી ડાયાબીટીસ-નથી કોઇ તકલીફ છતાં ૩૧ વર્ષની યુવતીને કરાવવી પડી બાયપાસ સર્જરી

હેલ્ધી ફુડ લ્યે છેઃ નિયમિત વોકિંગ કરે છે આચરકુચર ખાતી નથી છતાં ૩ નળી ૯૦% બ્લોકઃ ડોકટરો પણ નવાઇ પામ્યા

પટણા, તા.૧૭: આજના સમયમાં બહારથી સ્વસ્થ દેખાતી વ્યકિત પણ અંદરથી બીમાર હોઈ શકે છે. તાજેતરમાં જ એક એવું ઉદાહરણ સામે આવ્યું છે જેને જોઈને માત્ર તે વ્યકિત જ નહીં, તેના પરિવાર સહિત ડોકટરો પણ થોડા આદ્યાતમાં છે. વાત છે, પટનામાં રહેતી ૩૧ વર્ષની સુનિતા કુમારી વર્માની. સુનિતાના શરીર પર કયાંય સ્થૂળતા દેખાતી નથી, તે આચર-કૂચર ખાવાનું પસંદ ન કરતાં હેલ્ધી જ ખોરાક લે છે, તે પોતાની નોકરીનો ભાગ હોય તેમ નિયમિત રીતે વોકિંગ કરે છે, તેના પરિવારના કોઈ પણ સભ્યને ડાયાબીટિસ, બ્લડ પ્રેશર તેમજ હૃદયને લગતી બીમારી નથી.

પરંતુ સુનિતાના પરિવારને અને ડોકટરોને ત્યારે ઝટકો લાગ્યો જયારે તેને હૃદય રોગ હોવાના લક્ષણો વિશે જાણ થઈ, સુનિતાના હૃદયની ત્રણેય ધમનીઓ ૯૦ ટકા બ્લોક હતી. જયારે તે નોકરીએ ચાલતા જતી હતી ત્યારે તેને દ્યણીવાર છાતીમાં દુખાવો થતો હતો, જયારે ECG કરવામાં આવ્યું ત્યારે તે વાતનો ખુલાસો થયો કે તેને હૃદયની બીમારી છે.

ડોકટરોએ પણ કહ્યું કે સુનિતા તેવી અસામાન્ય યુવાન મહિલાઓમાંથી એક છે જે કોઈ પણ પ્રકારના જોખમ વગર અને હાયપરકોલેસ્ટ્રોલેમિયા અને તાકાયાસુ સિન્ડ્રોમ જેવા ડિસઓર્ડર વગર હાર્ટ બાયપાસ સર્જરીમાંથી પસાર થઈ હોય. ગયા અઠવાડિયે શહેરની એક હોસ્પિટલમાં તેણે ઓપરેશન કરાવ્યું હતું.

'મારા ૨૦ વર્ષના કરિયરમાં સુનિતા પહેલી એવી ૩૧ વર્ષીય મહિલા દર્દી છે જે કોઈ પણ પ્રકારના જોખમકારક પરિબળો વગર બાયપાસ સર્જરીમાંથી પસાર થઈ હોય'તેમ કાર્ડિએક સર્જન ડો. અનિલ જૈને જણાવ્યું. 'આ કેસમાં દેખીતી રીતે ખરાબ ઈકો સિસ્ટમ જેમ કે પ્રદૂષણનું વધારે પ્રમાણ, સ્ટ્રેસ અને ખોરાકની ખરાબ ગુણવત્ત્।ા અને લાઈફસ્ટાઈલ પણ CAD થવા પાછળનું કારણ હોઈ શકે છે. અમે તેનું કારણ જાણવા માટે ઇગ્ઝોસ્ટિવ એન્ડોક્રાઈન ઈમ્યૂનોલોજી ચેકઅપ માટે પણ મોકલી હતી પરંતુ તેમાં પણ કોઈ ખુલાસો થયો નથી.

(4:08 pm IST)