Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

હાવડામાં હનુમાન ચાલીસાના મામલે વિવાદ : ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

કોલકાતા,તા.૧૭: પ.બંગાળના હાવડામા ફરી એકવાર હનુમાન ચાલીસાના મુદે પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે વિવાદ થયો છે. જેમા ભાજપના કાર્યકરો હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે રોડ પર એકત્ર થયા હતા. ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન રોડ પર બે ભાગમા ભાજપના કાર્યકરો હનુમાન ચાલીસાના પાઠ કરવા માટેની જીદ પર ઉતરી આવતા પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યારે બીજી તરફ રોડ પર લોકોની સંખ્યા વધી જતા પોલીસે તેમને રોકતા બંને તરફથી ઝપાઝપી થતા કેટલાક લોકોને ઈજા થઈ હતી. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ પોલીસે તેમના પર બળ પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કરતા મામલો વધુ ગંભીર બન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળમા જયશ્રીરામબાદ હવે હનુમાન ચાલીસાના પાઠને લઈને ધમાસાણ મચ્યુ છે.,જેમા હાવડામા ફરી એકવાર લોકોએ રોડ પર હનુમાન ચાલીસાના પાઠ કરતા પોલીસ અને ભાજપાના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ  કરવામા મહિલાઓ અને બાળકો પણ સામેલ થયા હતા. આમ તો ભાજપના કાર્યકરો શુક્રવારે હાવડામા રોડ પર નમાઝ કરવામા આવતી હોવાના મુદાનો વિરોધ કરી રહ્યા છે. અને તેના વિરોધમા ભાજપના કાર્યકરોએ પણ રોડ પર હનુમાન ચાલીસાના પાઠ કરવાનુ આયોજન કર્યુ હતુ. આ પહેલા પણ હાવડામા બાલી ખાલ નજીક ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઓમ પ્રકાશ અને પ્રિયંકા શર્માના નેતૃત્વમા રોડ પર અનેક લોકોએ હનુમાન ચાલીસાનાપાઠ કર્યા હતા. તે વખતે પણ આ વિસ્તારમા કલાકો સુધી રોડ બંધ રહ્યો હતો. ત્યારે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઓમપ્રકાશે જણાવ્યુ હતુ કે જો કોઈ એક ધર્મના લોકો શુક્રવારે રોડ પર બેસી નમાઝ પઢી શકતા હોય તો અમે હનુમાન ચાલીસાના પાઠ કેમ કરી ન શકીએ. તેથી હવે આ રીતે દર મંગળવારે શહેરના વિવિધ માર્ગ પર હનુમાન ચાલીસાના પાઠ કરવામા આવશે તેમ જણાવતા આ મામલે ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે વિવાદ બાદ ઝપાઝપી થતા વિવાદ ઉભો થયો હતો.

(4:13 pm IST)