Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ઉત્તરપ્રદેશમાં સપાના યુવા નેતા ટીકુની જાહેરમાં ગોળીમારી હત્યા

અયોધ્યાઃ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ (ટીકુ)ની ફૈઝાબાદમાં સરાજાહેર ગોળી મારી હત્યા થતા રોષ ફાટી નીકળ્યો છે. ટીકુ લોહીયા વાહીની ગોસાઇ ગંજ વિસ્તારનો પ્રમુખ હતો. ઘટના પાછળ જુની અદાવતનું કારણ સામે આવ્યું છે. સપા નેતાઓએ પણ આક્રોશ વ્યકત કર્યો છે.

ઘટના મુજબ સોમવારે અખીલેશ વ્યાયામ શાળાએથી મોડી સાંજે પરત ફરી રહયો હતો ત્યારે કનકપુરના દારૂના અડ્ડા પાસે એક વ્યકિતએ તેને ઉભો રાખી ગોળી મારી દેતા વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે ટીકુને જીલ્લા હોસ્પિટલ લઇ ગઇ હતી. જયાં તેને મૃત જાહેર કરાયેલ. પોલીસ તપાસમાં કનકપુરના એક યુવકનું હત્યામાં નામ સામે આવ્યું છે.

(3:39 pm IST)