Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સોશ્યલ મીડીયા પર હિન્દુઓને ગાળો આપનારને ઝડપી લેવાયોઃ મોહાલીના આરીફને કોર્ટમાં રજુ કરાયો

ચંદીગઢ તા. ૧૭ : સોશ્યલ મીડીયા પર હિન્દુઓને અપમાનિત કરવાથી તેને પોતાની અંદર અત્યંત આનંદનો અનુભવ થતો હતો. તેને તો ઘણુ બધું કરવું હતું પણ ભારતના કાયદાનો ડર તેને રોકી રહ્યો હતો. પણ જ્યારે તેણે પોતાની ભડાસ કાઢી ત્યારે ભારતીય ન્યાય વ્યવસ્થાએ બનાવેલી બધી સીમાઓ તેણે તોડી નાખી હતી અને ત્યારથી તેની પાછળ એ બધા લોકો લાગી ગયા હતા. જે ઇચ્છતા હતા કે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે.

આ બનાવ ચંદીગઢની બાજુમાં આવેલા મોહાલીનો છે, જયાં ફેઝ-૧ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવ કમીટીના ચેરમેન રમેશ દત્ત અને તેમના સાથીદાર રાજીવકુમારે ફરીયાદ કરી હતી તેમણે હિન્દુઓ અને તેમના દેવી દેવતાઓ વિરૂદ્ધ ગંદી ગંદી ગાળો આપનારને ઓળખી લીધો હતો.

આ ઘટનામાં પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને મોહાલી ગામમાં ભાડે રહેતા આરિફને ગીરફતાર કર્યા પછી કોર્ટમાં રજુ કરીને જેલ ભેગો કરી દીધો હતો. આરોપી આરિફે આ વીડીયો સોશ્યલ મીડીયા પર વાઇરલ કર્યો હતો. જયારે વીડીયો પર બોલનાર તરજીબ અત્યારે ફરાર છે. પોલીસ તેને પકડવા દરોડાઓ પાડી રહી છે. લગભગ ૩૮ સેકન્ડના આ વીડીયોને તહજીબ અને આરિફે મળીને બનાવ્યો હતો. ઉત્તર પ્રદેશના રહેવાસી એવા આ બન્ને આરોપીઓ વિરૂદ્ધ ર૯પ એ, ર૯૪, પ૦૬ અને આઇટી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

(3:38 pm IST)