Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

લોકસભામાં ગડકરીનો જવાબ

મોદી સરકારની આ છે રાજનીતિઃઅમીરો પાસેથી લો, ગરીબોને આપો

નવી દિલ્હી તા. ૧૭: કેન્દ્રિય સડક પરિવહન અને હાઇવે પ્રધાન નિતિન ગડકરીએ ગઇકાલે લોકસભામાં કહ્યું હતું કે, વડાપ્રધાનના વિચારો પ્રમાણે નવા ભારતના આધારભૂત માળખાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ વર્ષોમાં ૧૭ લાખ કરોડની યઢોજનાઓના કામ એવોર્ડ થઇ ચૂકયા છે, સાથે જ  ૮.૪૧ લાખ કરોડ રૂપિયાની સુધારેલી કિંમતવાળી ભારતમાલા પરિયોજના હેઠળ ૬પ હજાર કિલોમીટરના રોડ નિર્માણ કાર્ય આગળ વધી રહ્યું છે.

વર્ષ ર૦૧૯-ર૦ માટે સડક પરિવહન મંત્રાલયના નિયંત્રણના અનુદાનોની માંગ પર ચર્ચાનો જવાબ આપતા નિતિન ગડકરીએ કહ્યું કે જો લોકોને સારા રસ્તા જોઇતા હોય તો ટોલ ટલેક્ષની નીતિ ચાલુ રહેશે કેમ કે સરકાર પાસે પુરતું ભંડોળ નથી તેમણે કહ્યું કે અમારી સરકાર વિકાસના એવા મોડલ પર કામ કરી રહી છે જેમાં એક સૂત્ર છે કે જ ે આપી શકે છે તેમની પાસેથી લઇને જે ગરીબ છે તેમને આપવું. આના દ્વારા વડાપ્રધાનના નવા ભારતના વિકાસના સપનાને સાકાર કરી શકાશે. તેમણે તૃણમૂલ કોંગ્રેસ અને કેટલાક અન્ય સભ્યોના આક્ષેપોને રદિયો આપતા કહ્યું કે તેમની સરકાર કોઇ રાજયો સાથે ભેદભાવ નથી રાખતી.

તેમણે કહ્યું કે અમે રર ગ્રીન એક્ષપ્રેસ વે બનાવી રહ્યા છીએ. તેમાંથી દિલ્હી-મુંબઇ એક્ષપ્રેસ વે એક છે. તેનાથી બન્ને મહાનગરો વચ્ચેનું અંતર ૧ર૦ કિલોમીટર ઘટી જશે. જેના લીધે બે ત્રણ વર્ષ પછી દિલ્હીથી મુંબઇ ૧ર કલાકમાં પહોંચી શકાશે. આ એક્ષપ્રેસ વે ગુણાંવથી શરૂ થઇને સવાઇ માધોપુર, અલવર, રતલામ, ઝાબુઆ, વડોદરા થઇને મુંબઇ પહોંચશે.

ટોલટેક્ષ અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ટોલટેક્ષ વધારે ઓછો થઇ શકે પણ બંધ કયારેય નહીં થઇ શકે. ચાર મહીનામાં બધા ટોલ નાકાને ફાસ્ટ ટ્રેક બનાવાશે.

(3:37 pm IST)