Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પાકિસ્તાનનો ડ્રામા કે ડર ?

હાફિઝ સઇદની ધરપકડ : જેલમાં ધકેલાયો

પાકિસ્તાનને રહી રહીને ડહાપણની દાઢ ફૂટી : FATFના ''બ્લેક લીસ્ટ''માંથી બચવા માટે કાર્યવાહી કરી હોવાનું તારણ : હાફિઝે જ ર૬ નવે. ર૦૦૮ના રોજ મુંબઇ ઉપર હુમલો કરાવ્યો હતો : હાલ ધરપકડ ટેરર ફંડીંગને કારણે થઇ છે

ઇસ્લામાબાદ, તા. ૧૭: ઉરી અને મુંબઇ હુમલા સહિત ભારતમાં અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને લઇને મોટી ખબર સામે આવી રહી છે. હાફિઝને પાકિસ્તાનમાં ઝડપી પાડવામાં આવ્યો છે. તેને હાલ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. ટેરર ફંડિંગ મામલે પંજાબ પોલીસના આતંકવાદી વિરોધી વિભાગે તેની લાહોરથી ધરપકડ કરી છે. હાલ તેને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે.

મહત્વની વાત એ છે કે સઇદની ધરપકડ આતંકી ફંડીંગના આરોપમાં થઇ છે. જો કે, પાકિસ્તાનની આ કાર્યવાહી પર વધારે ભરોસો કરી શકાય નહીં કારણ કે હાફિઝ પર અગાઉ પણ કાર્યવાહી કરવા અંગેનું નાટક કરવામાં અઆવ્યું છે. પરંતુ તેના વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં. આ બધાની વચ્ચે કહેાવમાં આવી રહ્યું છે. આર્થિક રૂપથી કંગાળ પાકિસ્તાનને વિશ્વની સામે ભ્રમમાં રાખવા માટે આ કાર્યવાહી કરી રહ્યું છે. જો કે પાકિસ્તાનને ફાઇનાન્શીયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)માંથી બ્લેક લિસ્ટ થવાનો ડર સતાવી રહ્યો છે.

સીટીડીએ હાફિઝ સઇદ સહિત જમાત-ઉદ-દાવાના ૧૩ નેતાઓ વિરુદ્ઘ ૨૩ કેસ નોંધ્યા હતાં. સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે કેસ નોંધાયા બાદ તેની ધરપકડની કાર્યવાહી તેજ થઇ ગઇ હતી. હાફિઝને લાહોરથી ગુજરાંવાલા જતી વખતે સીટીડીએ ઝડપી પાડ્યો છે. તેણે પોતાની ધરપકડ વિરુદ્ઘ કોર્ટમાં જવાની વાત કહી છે.

મુંબઈ હુમલાની દ્યટનાને અંજામ આપનાર આતંકી હાફિઝ સઈદની પાકિસ્તાનના લાહોરથી ધરપકડ કરવામાં આવી.. હાફિઝ લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યા હતો ત્યારે પંજાબની કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટે તેની ધરપકડ કરી. હાફિઝની ધરપકડ બાદ તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ધરપકડ બાદ હાફિઝે જણાવ્યુ હતુ કે, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, હાફિઝ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ ઉપરાંત તેણે ભારતમાં અનેક આતંકવાદી હુમલાની દ્યટનાને અંજામ આપ્યો છે. ત્યારે હાફિઝની ધરપકડ પણ અનેક શંકા ઉપજાવી શકે છે. કેમ કે, પાકિસ્તાન સરકાર આઈએસઆઈ અને હાફિઝ જેવા આતંકવાદીઓની શહથી ચાલી રહી છે. હાફિઝ સઇદને સંગઠન જમાતઉદ-દાવાના લશ્કર-એ-તૈયબાનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. ૨૦૦૮દ્ગક્ન મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ સઇદ જ છે. સઇદને ગ્લોબલ ટેરરિસ્ટ દ્યોષિત કરવામાં આવ્યો છે. તેના પર ૧૦ મિલિયન અમેરિકન ડોલરનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.

(3:22 pm IST)