Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

શ્રીલંકામાં થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ IS નહીં પણ ડ્રગ ગેંગની સંડોવણી : પ્રમુખ સિરિસેના

કોલંબ : શ્રીલંકામાં કરાયેલા દ્યાતકી હુમલા પાછળ ઇસ્લામી આતંકી હતા તેવા દાવા છતાં પણ પ્રમુખ મૈથીલીપાલા સિરીસેનાએ કહ્યું હતું કે આતંરરાષ્ટ્રીય ડ્રગ ગેંગ દ્વારા જ એ ઘાતકી વિસ્ફોટ કરાયો હશે. ડ્રગ સબંધીત ગુનાઓ બદલ ફાંસીની સજાને ફરીથી શરૂ કરવાની વિચારણા કરાઇ રહી છે અને સમગ્ર દેશમાં નાર્કોટિક શોધવા દરોડા શરૂ કરાતા તેમણે આ નિવેદન કર્યું હતું. અગાઉ નેશનલ તૌહીદ જમાતને વિસ્ફોટ માટે જવાબદાર ઠેરવી હતી. ત્યાર પછી દેવળો અને હોટલો પર કરાયેલા હુમલા માટે આઇએસના આત્મઘાતી બોમ્બરોને જવાબદાર માનવામાં આવ્યા હતા.

વિસ્ફોટ પછી સિરીસેનાની ઓફિસે સ્થાનિક આતંકીઓ અને આંતરરાષ્ટ્રીય આતંકી જુથો પર આરોપ મૂકયો હતો. પરંતુ સોમવારે તેમની ઓફિસમાંથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 'વિસ્ફોટ આંતરરાષ્ટ્રીય ડ્રગ ગેંગ દ્વારા કરાયા હતા. મને બદનામ કરવા અને ડ્રગ વિરોધી મારી ચળવળને હતોત્સાહ કરવા માટે ડ્રગના મોટા માફિયાઓએ આ વિસ્ફોટ કરાયા હતા'.

(1:19 pm IST)