Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અપશબ્દ બોલવા બાબતે કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલની પત્ની પ્રોમિલા સામે પત્રકાર બરખા દત્તે નોંધાવ્યો કેસ

નવી દિલ્હીઃ તેમની ચેનલની મહિલા કર્મચારીઓ માટે અપશબ્દ કહેવા માટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલની પત્ની પ્રોમિલા સિબ્બલ સામે વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે ગઇકાલે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે.

બરખા દત્તે સોમવારે ટ્વીટ કરીને સિબ્બલ અને તેમની પત્ની પર આક્ષેપ કર્યો હતો કે નોએડાથી સંચાલન થતી એચટીએન તિરંગા ટીવીમાં ૨૦૦થી વધારે કર્મચારીઓના ઉપકરણો જપ્ત કરી લેવાયા અને તેમને છ મહીનાનો પગાર ન મળવાની સાથેજ નોકરી ગુમાવવાનું જોખમ ઉભુ થયું છે.

તેમણે આક્ષેપ મુકયો હતો કે સિબ્બલ અને તેમની પત્ની મહિલા કર્મચારીઓ સામે અપશબ્દો વાપરતા હતા. આ અંગે સિબ્બલ તરફથી કોઇ પ્રતિક્રિયા નથી આવી. બરખા દત્તે એક અન્ય  ટ્વીટમાં લખ્યું,'' રાષ્ટ્રિય મહિલા આયોગ માટે આ એક બિલ્કુલ યોગ્ય કેસ છે. અને અમે અમારા પક્ષમાં સહી કરેલા સોગંદનામા રજુ કરશુ.

આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે તેમણે પ્રોમિલા સિબ્બલ સામે બરખા દત્તની ફરિયાદની માહિતી મેળવી છે. હું ફરિયાદ જોઇને, જરૂર પડશે તો આ કેસમાં દત્ત અને પ્રોમિલા સિબ્બલ બન્નેને બોલાવીશ.

(1:14 pm IST)