Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મહારાષ્ટ્રં વિધાનસભાની ચૂંટણી માટે એનસીપીએ કોંગ્રેસ પાસેથી બરાબર બેઠકો માંગી : પવારે કહ્યું કોંગ્રેસ કરતા અમારું પ્રદર્શન સારું

મુંબઈમાં બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ : લોકસભા ચૂંટણીમાં હાર અંગે ચર્ચા : ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને એનસીપીએ કોંગ્રેસ પાસે બરાબર બેઠકો માંગી છે.  બેઠકોની વહેચણીને લઇને બંને પાર્ટીઓ વચ્ચે મુંબઇમાં બેઠક યોજાઇ હતી. જેમા એનસીપીના શરદ યાદવે કહ્યું કે, ગત લોકસભા ચૂંટણીમાં એનસીપીનું પ્રદર્શન કોંગ્રેસ કરતા સારું રહ્યું છે.

   મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.288 બેઠકો વાળી મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસે 2019માં લોકસભા ચૂંટણી લડી હતી. મંગળવારે બંને પાર્ટીઓ વચ્ચે બેઠક થઇ હતી.

  બેઠક બાદ એનસીપીના એક નેતાએ કહ્યું કે, હવે પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે. અમે ગત બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી વધુ સારું પ્રદર્શન કર્યું છે. તેથી અમને બરાબર બેઠકો મળવી જોઇએ. ત્યારબાદ મંગળવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓની પણ બેઠક યોજાઇ. જેમા લોકસભા ચૂંટણીમાં મળેલ હારને લઇને ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ઇવીએમ પર સવાલ ઉઠાવાયા હતા.

(1:18 pm IST)