Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કાળઝાળ ગરમી નાના શહેરો-ટાઉનમાં એસી અને ફ્રીઝનું ધુમ વેચાણ : કંપનીઓને બખા

ગામડામાં એસીના વેચાણમાં ૨૯ ટકા અને ફ્રીઝના વેચાણમાં ૧૬% ની વૃદ્ધી

નવી દિલ્હી તા ૧૭ :  નાના ટાઉન અને ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ આધારીત માંગ ઘટી છે, પણ આ બજારોમાં ઉનાળામાં વ્હાઇટ ગુડઝના વેચાણમાં વૃદ્ધિનો ટ્રેન્ડ દર્શાવ્યો છે. પાંચ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો અને ટાઉનમાં માર્ચથી મે મહીનાના ગાળામાં AC અને રેફ્રજરેટરનું વેચાણ નોંધપાત્ર રહયું છે, બંને કેટેગરીના એકંદર  વેચાણની  તુલનામાં  તેમના વેચાણમાં અનુક્રમે ૧.૬ ગણો અને ૧.૨ ગણો વધારો નોંધાયો છે. માર્કેટ રિસર્ચર Gfk ઇન્ડિયાના આંકડા પ્રમાણે AC નું એકંદર વેચાણ ૨૦૧૮ની તુલનામાં ૨૯ ટકા  વધ્યું છે. સમાન  ગાળામા ં રેફ્રિજરેટરના વેચાણમાં ૧૩ ટકા  વૃદ્ધિ  થઇ  છે. રિસર્ચરના અંદાજ પ્રમાણે આ અર્ધ શહેરી અને ગ્રામીણ બજારો હવે પ્રીમીયમ ફ્રોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર્સના વેચાણમાં ૨૫ ટકા હિસ્સો ધરાવે છે. નાના બજારોમાં આ પ્રોડકટસનું વેચાણ માર્ચ થી મે  મહિનાના ગાળામાં ત્રણ ગણું (૨૨ ટકા) વધ્યું છે. સમાન ગાળામાં દેશના અન્ય ભાગોમાં તેની વૃદ્ધિ માત્ર છ ટકા રહી છે. AC ના વેચાણમાં પણ આ બજારોએ સ્પ્લિટ AC તરફ વધુ ઝોક દર્શાવ્યો છે, જે પ્રીમીયમ પ્રોડકટસ તરફ વધી રહેલી પસંદગી દર્શાવે છે.

(11:59 am IST)