Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

શેરબજારમાં વોલેટિલીટી છતાં ૧ વર્ષમાં ૪૧ લાખ નવા ડિમેટ ખાતા ખુલ્યા

મુંબઈ, તા. ૧૭ :. છેલ્લા કેટલાક સમયથી બજારમાં વોલેટિલિટી છતા ઈકિવટી માટે રોકાણકારોનો ઉત્સાહ ઘટયો નથી. ૩૦ જૂને પુરા થયેલા એક વર્ષમાં ૪૧ લાખ નવા રોકાણકારોએ ડિમેટ ખાતા ખોલ્યા છે, જે ૨૦૧૧ પછી એક વર્ષમાં ઉમેરાયેલા સૌથી વધુ ડિમેટ એકાઉન્ટ છે. આ સાથે ભારતમાં શેરબજારના રોકાણકારોની સંખ્યા ૩.૬૫ કરોડે પહોંચી છે. ડિમેટ એકાઉન્ટસની સંખ્યામાં વૃદ્ધિ એવા સમયે જોવા મળી છે જ્યારે બજાર અથડાયેલુ છે. સેન્સેકસે જૂન ૨૦૧૮થી અત્યાર સુધીમાં માત્ર ૭ ટકા વળતર આપ્યુ છે. સમાનગાળામાં બીએસઈ મિડ-કેપ અને સ્મોલ કેપ ઈન્ડેકસ અનુક્રમે ૬ ટકા અને ૧૩ ટકા તૂટયા છે. ઉલ્લેખનીય છે કે માત્ર ચાર વર્ષમાં ડિમેટ એકાઉન્ટની કુલ સંખ્યામાં લગભગ ૫૦ ટકા ઉછાળો નોંધાયો છે. જે રોકાણકારોમાં ઈકિવટી માટે પસંદગીનું સૂચન કરે છે. અગાઉના બે વર્ષમાં બજારમાં અનુક્રમે ૩૫ લાખ અને ૨૫ લાખ રોકાણકારો ઉમેરાયા હતા. બજાર વર્તુળોના જણાવ્યા અનુસાર દેશમાં ફાઈનાન્શિયલ સાક્ષરતા વધારવાનો અર્થ એ થયો કે વધુ રોકાણકારોને ઈકિવટીમાં રોકાણ કરાવવું.

(11:56 am IST)