Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

નવા IPOની સીઝન ખુલી રહી છે

૬ કંપનીઓના ઇસ્યુ આવી રહ્યા છેઃ ર૦૧૯ ના પ્રથમ ૬ મહિનામાં માત્ર ૮ કંપની બજારમાં આવી

મુંબઇ તા. ૧૭ :.. પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓનો દુકાળ પુરો થવાની તૈયારીમાં છે. એકાદ મહિનામાં અડધો ડઝન કંપની પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. બેન્કર્સના જણાવ્યા અનુસાર સ્ટરલીંગ એન્ડ વિલ્સન સોલર, એએસકે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ, સ્પંદના સ્પૂર્થી ફાઇનાન્શિયલ, એફલ ઇન્ડિયા, એજીએસ ટ્રાન્ઝેકટ ટેકનોલોજિસ, મઝગાંવ ડોક હાલ રોડ-શો કરી રહ્યા છે અને ૧પ ઓગસ્ટ સુધીમાં આઇપીઓ લાવે તેવી શકયતા છે.

પ્રાઇમરી માર્કેટ માટે ર૦૧૯ અત્યાર સુધી ઠંડું રહ્યું છે. માત્ર ૮ કંપનીએ ર૦૧૯ ના પહેલા છ મહિનામાં આઇપીઓ દ્વારા રૂ. પ,પ૦૯ કરોડનું ભંડોળ એકત્ર કર્યુ છે. અગાઉના વર્ષે ર૪ કંપનીએ રૂ. ૩૦,૯૬૦ કરોડ એકત્ર કર્યા હતાં. પ્રાઇમરી માર્કેટ માટે કેલેન્ડર વર્ષ ર૦૧૭ બમ્પર રહ્યું હતું. જેમાં સ્થાનીક બજારમાં ૩૬ કંપનીએ આઇપીઓ દ્વારા રૂ. ૬૭,ર૦૦ કરોડનું ભંડોળ એકત્ર કર્યુ હતું. શાપુરજી પલોનજી ગ્રુપની સોલર પાવર કંપની સ્ટરલિંગ એન્ડ વિલ્સન સોલર લગભગ રૂ. ૪,પ૦૦ કરોડના આઇપીઓની યોજના ધરવે છે.

કંપનીના ચેરમેન ખુરશેદ યઝદી દારૂવાલા અને શાપુરજી પલોનજી કંપનીની આ 'ઓફર ફોર સેલ' ચાલુ મહિનાના અંતે શરૂ થવાની શકયતા છે. મુંબઇની એસેટ અને વેલ્થ મેનેજમેન્ટ કંપની એએસકે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સનો લગભગ રૂ. ૧,પ૦૦ કરોડનો આઇપીઓ જૂલાઇના આખરી સપ્તાહમાં શરૂ થવાની શકયતા છે. આઇપીઓમાં રૂ. ૬૦૦ કરોડના નવા શેર્સ ઇસ્યુ કરાશે. જયારે એઆઇ ગ્લોબલ ૧.૩૬ કરોડ ઇકિવટી શેર્સ અને પ્રમોટર સમીર કોટિચા ૪૪ લાખ શેર્સની ઓફર ફોર સેલ લોન્ચ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ઓનલાઇન પોર્ટલ ઇન્ડિયા માર્ટના આઇપીઓ ને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. રૂ. ૪૭પ કરોડનો ઇસ્યુ ૩૬ ગણો ભરાયો હતો અને તેનું ૪ જૂલાઇએ ર૧ ટકાા પ્રીમીયમે લિસ્ટિંગ થયું હતું.

બેન્કર્સના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાહ જોઇ રહેલી કંપનીઓ હવે ભંડોળ એકત્ર કરવા ઘસારો કરી રહી છે.

આઇસીઆઇસીઆઇ સિકયોરીટીઝના એકિઝકયુટિવ ડીરેકટર તેમજ કોર્પોરેટર ફાઇનાન્સ અને સંસ્થાકીય ઇકિવટીઝના હેડ અજય સરાફે જણાવ્યું હતું કે, 'આ ખરીદદારોનું બજાર છે. જે કંપનીઓ આકર્ષક ભાવે આઇપીઓ લાવશે તેમની માંગ સારી રહેશે. છેલ્લા કેટલાક આઇપીઓએસની સફળતા અને રિટર્નને કારણે રોકાણકારો પ્રાઇમરી માર્કેટમાં વધુ નાણાં રોકવા પ્રેરાશે.' આગામી કેટલાક દિવસમાં પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશનારી કંપનીઓમાં સ્પંદના સ્પૂર્થી ફાઇનાન્સિયલ, એફલ ઇન્ડિયા, એજીએસ ટ્રાન્ઝેકટ ટેકનોલોજીસ અને મઝગાંવ ડોકનો સમાવેશ થાય છે. જાહેર ક્ષેત્રની કંપની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ ચાલુ મહિને રૂ. ૬પ૦ કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના છે. કંપની ર.ર૪ કરોડ ઇકિવટી શેર્સ વેચવા સક્રિય છે, જે સરકારનો ૧૦ ટકા હિસ્સો છે. માઇક્રોસોફટનું પીઠબળ ધરાવતી કન્ઝયુ ઇન્ટેલિજન્સ કંપની એફલ ઇન્ડિયા પણ ઓગસ્ટમાં લગભગ રૂ. પ૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઇઆઇએફએલ. કેપિટલના નિપુણ ગોયલે જણાવ્યું હતું કે, 'વોલેટાઇલ બજારમાં યોગ્ય ભાવ સાથેની યોગ્ય એસેટસને રોકાણકારોને સારો પ્રતિસાદ મળશે. પ્રાઇમરી માર્કેટનો ભાવિ ટ્રેન્ડ આ આઇપીઓએસની સફળતા પર આધાર રાખશે.' (પ-૧૩)

પબ્લિક ઇસ્યુની સીઝન

એક મહિનામાં આવનારા સંભવિત IPOS

કંપની

સંભવિત ઇસ્યુ કદ(રૂ. કરોડ)

સ્ટરલિંગ એન્ડ વિલ્સન સોલર

૪,પ૦૦

સ્પંદના સ્પૂર્થી ફાઇનાન્શિયલ

૧,પ૦૦

ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ

૧,પ૦૦

AGS ટ્રાન્ઝેકસ ટેકનોલોજિસ

૧,૦૦૦

મઝગાંવ ડોક

૬પ૦

એફલ ઇન્ડિયા

પ૦૦

કુલ

૯,૬પ૦

(11:55 am IST)