Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

હવે સંસદમાં ગુંજશે સંસ્કૃતઃ સંસદસભ્યો માટે ૧૦ દિવસની શિબિર કરશે સંઘ

સંસ્કૃતમાં શપથ લેનાર સાંસદની સંખ્યા વધીઃ અંગ્રેજીમાં શપથ લેનારા ઘટયાઃ ડો.આંબેડકરે પણ સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા બનાવવા સમર્થન કર્યું હતું

નવી દિલ્હી : હવે સંસદમાં પણ સંસ્કૃત ભાષા ગૂંજશે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘએ દેશમાં સંસ્કૃતને સામાન્ય બોલચાલની ભાષા બનાવવાની દીશામાં જોર લગાડવાનું શરૂ કર્યું છે ઝૂંપડપટ્ટીથી લઈને દેશની સૌથી મોટી પંચાયત સંસદભવનમાં પણ સંઘનું સંગઠન ૧૦ દિવસની શિબિર લગાવશે આ યોજના સંદ્યની સંલગ્ન સંગઠન સંસ્કૃત ભારતીએ તૈયાર કરી છે.  સંસદભવનમાં સંસ્કૃત શીખવડાવાની શિબિરના આયોજન માટે સંઘ ઉત્સાહિત છે કારણ કે આ વખતે સંસદ કે જયાં સંસ્કૃતમા શપથ લેનાર સાંસદોની સંખ્યા વધી છે જયારે અંગ્રેજીમાં શપથ લેનાર સંસદસભ્યની સંખ્યા ઘટી છે. સંઘનો પ્રયાસ છે કે આગામી લોકસભામાં અંગ્રેજીથી વધુ સંસ્કૃતમાં શપથ લેનાર સંસદસભ્યોની સંખ્યામાં વધારો થાય જેથી અંગ્રેજીનાં દબદબાને પડકાર આપીને દેશમાં સંસ્કૃતને લઈને મોટો સંદેશ પહોંચે

સંસદભવનમાં શિબિર લગાવવા અંગે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કામતે તાજેતરમાં લોકસભા સ્પીકર ઓમ બિડલા સાથે મુલાકાત થઇ હતી સંસ્કૃત ભારતીએ આ પ્રસ્તાવ ઓમભારતી બીડલાને આપ્યો હતો તેઓએ આગામી દિવસોમાં ૧૦ દિવસની શિબિર આયોજિત કરવા આશ્વાશન આપ્યું હતું

વર્ષ ૨૦૧૪માં જયાં ૩૪ સાંસદોએ સંસ્કૃતમાં શપથ લીધા હતા જયારે આ વખતે વર્ષ ૨૦૧૯માં સંસ્કૃતમાં ૪૭ સાંસદોએ શપથ લીધી હતી જયારે ૨૦૧૪માં ૧૧૪ની તુલનાએ આ વખતે ૨૦૧૯માં માત્ર ૫૪ સાંસદોએ અંગ્રેજીમાં શપથ લીધા હતા ૧૭મી લોકસભામાં સૌથી વધુ ૨૧૦ સાંસદોએ હિન્દીમાં શપથ લીધા હતા આ પ્રકારે અંગ્રેજી અને સંસ્કૃતમાં શપથ લેનારની સંખ્યામાં માત્ર સાતનો ફરક રહી ગયો છે

આ માટે સંઘની પ્રેરણા હોવાનું મનાય છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો,હર્ષવર્ધન  પ્રતાપચંદ સારંગી, ગઢવાલ સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય સચિવ તીરથસિંહ રાવત, મીનાક્ષી લેખી, પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ અને મીદીનાપુરના સાંસદ દિલીપ ઘોષ વગેરેએ આ વખતે સંસ્કૃતમાં શપથ લીધા હતા તેઓને દિલ્હીમાં સંસ્કૃત ભારતી દ્વારા સન્માનિત પણ કરાયા હતા.

સંસ્કૃત ભારતીના દિલ્હીના પ્રાંત મંત્રી કૌશલ કિશોર તિવારીએ જણાવ્યું કે સંસદભવનમાં કુલ ૨૦ કલાકની શિબિર ૧૦ દિવસ ચાલશે, દરરોજ બે કલાક સાંસદોને સંસ્કૃત લખવા, વાંચવા અને બોલવાનું પ્રશિક્ષણ અપાશે. તાલીમ સંસ્કૃત ભારતી સાથે જોડાયેલ આચાર્ય મારફત અપાશે.

તેઓએ એમ પણ કહ્યું કે કેટલાય સાંસદોએ ખુદ સંગઠન સમક્ષ શિબિર લગાવવા ઈચ્છા વ્યકત કરી છે ત્યારબાદ નિર્ણંય કર્યો છે તિવારીએ કહ્યું કે ભાષાનો પ્રચાર માત્ર લખવા કે વાંચવાથી થતો નથી પરન્તુ બોલવાથી થાય છે આ શિબિર મારફત સાંસદોને સંસ્કૃત બોલવા માટે પ્રેરિત કરશે. જો સંસદસભ્યોને સંસ્કૃત બોલતા જોવાશે તો સામાન્ય લોકો પણ પ્રેરિત થશે.

સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કામતનું કહેવું છે કે દેશમાં જયાં ત્રણ કરોડ વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણે છે છતાં આ ભાષાને પુન જીવિત કરવાનો પ્રયાસ ચાલુ છે કારણ કૈં લોકો આ ભાષા બોલતા નથી.

ડો.આંબેડકરએ પણ સંસ્કૃતને રાષ્ટ્ર ભાષા જાહેર કરવાનું સમર્થન કર્યું હતું કેટલાક લોકોએ ત્યારે તેને સવાલ પૂછ્યો હતો કે તમે તો દલિત છો પછી બ્રાહ્મણોની ભાષાનું સમર્થન કેમ કરો છો તેના જવાબમાં તેઓએ કહ્યું કે સંસ્કૃત ભાષા જનજનની ભાષા છે. આંબેડકરજીએ પોતાને સવાલ કરવાવાળાને પૂછયું હતું કે વાલ્મિકી કયાં વર્ગના હતા તેઓએ તો રામાયણની સંસ્કૃત રચના કરી હતી દિનેશ કામતે કહ્યું કે સંસ્કૃત જ એવી ભાષા છે જે સમગ્ર દેશને એક સૂત્રે બાંધી શકે છે.

(11:43 am IST)