Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

૧૪૯ વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગઃ ભારત સહિત અનેક દેશોમાં ચંદ્રગ્રહણ દેખાયુઃ જબરો રોમાંચઃ હવે ૨૦૨૧ સુધી સંયોગ નથી

ગઈકાલે ગુરૂપૂર્ણિમાના દિવસે ભારત સહિત અનેક દેશોમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યુ હતું. ખગોળીય ઘટનાને નિહાળવા વૈજ્ઞાનિકો સહિત રસ ધરાવતા લોકો રાતભર જાગ્યા હતા. જાણકારોના કહેવા મુજબ ૨૦૨૧ સુધી ફરી આટલુ સ્પષ્ટ ચંદ્રગ્રહણ જોવા મળવાનુ નથી. આ વર્ષનું આ અંતિમ અને બીજુ ચંદ્રગ્રહણ હતુ. કહેવાય છે કે ૧૪૯ વર્ષ બાદ આવો દુર્લભ સંયોગ સર્જાયો હતો. ભારત માટે સંયોગ એટલા માટે પણ ખાસ હતો કે ગઈકાલે ગુરૂપૂર્ણિમા હતી. વહેલી સવારના ૪ વાગ્યા સુધી આંશિક ચંદ્રગ્રહણનો સંયોગ હતો. ભારતમાં ચંદ્રગ્રહણ ગઈ મોડી રાત્રે ૧.૩૧ કલાકે શરૂ થઈ વહેલી સવારે ૪.૩૦ કલાક સુધી રહ્યુ હતું. ૩ વાગ્યેને ૧ મીનીટ પર તે ચરમ પર હતો, ત્યારે ધરતીની છાંયાએ ચંદ્રના અડધાથી વધુ ભાગને ઢાંકી દીધો હતો. ઓડીશા, મહારાષ્ટ્ર, કોલકત્તા, દિલ્હી સહિતના વિસ્તારોમાં આ ચંદ્રગ્રહણ જોવા મળ્યુ હતું.

(11:52 am IST)