Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

દિલ્હીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ;અનેક વિસ્તારોમાં સટાસટી બોલાવી

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાં રાહત ;વાતાવરણમાં ઠંડક પ્રસરી

દેશની રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારે ફરીવાર ધોધમાર વરસાદ પડ્યો છે અને  આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા  દિલ્હીના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની સાથે જ લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી.છે  ત્યારે બે દિવસ પહેલા પણ દિલ્હી અને એનસીઆર સહિત ગુરૂગ્રામમાં વરસાદ પડ્યો હતો. જેથી રાજધાનીમાં ઠંડક પ્રસરી હતી.

(11:31 am IST)