Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સંઘ સહીત 19 સંગઠનો અંગેની જાણકારી મેળવવા નીતીશ કુમારની સરકારના આદેશથી ખળભળાટ

વરિષ્ઠ અધિકારીઓને તત્કાલ એક અઠવાડિયામાં જાણકારી આપવા કહેણ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સંવેદનશીલ મામલાની જાણકારી આપતી પ્રદેશ પોલીસના ખાનગી એકમને આરએસએસ નેતાઓની જાણકારી નિકાળવાનો આદેશ મળ્યો હતો ગત  28 મે એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી શપથ લેવાના બે દિવસ પહેલા સ્પેશિયલ બ્રાન્ચના એસપી દ્વારા જારી કરવામાં આવેલા એક પત્રમાં પ્રદેશના આરએસએસ પદાધિકારીઓ અને 17 સહાયક સંગઠનોની વિસ્તૃત જાણકારી નિકાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો

આ પત્રમાં સ્પેશિયલ બ્રાન્ચના તમામ ડેપ્યુટી એસપીને સંબોધિત કરતાં આરએસએસ નેતાઓના નામ, સરનામું, પદ અને વ્યવસાયની જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું હતું.

પત્રમાં ફીલ્ડ ડ્યૂટી પર લગાવવામાં આવેલ વરિષ્ઠ અધિકારીઓને એની પર તત્કાલ રૂપથી એક સપ્તાહની અંદર સંબંધિત જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું હતું. લેટરની કૉપી સ્પેશિયલ બ્રાન્ચના એડીજી, આઇજી અને ડીઆઇજીને પણ મોકલવામાં આવી હતી.

(10:53 am IST)