Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

#SareeTwitter ટ્રેન્ડમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી : શેર કરી 22 વર્ષ પહેલાની લગ્ન વેળાની તસવીર

પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું '22 વર્ષ પહેલાં મારા લગ્નના દિવસે સવારે પૂજાની તસવીર'

નવી દિલ્હી : તાજેતરમાં જ ટ્વિટર પર એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે #SareeTwitter, જેમાં મહિલાઓ સાડીમાં પોતાની તસવીરો શેર કરી રહી છે. આ જ ટ્રેન્ડમાં હવે કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોડાઇ છે. તેમણે બુધવારે સવારે સાડીમાં પોતાની એક તસવીર શેર કરી છે. પ્રિયંકાની આ તસવીર તેના લગ્નના દિવસની છે

   પ્રિયંકા ગાંધીએ બુધવારે સવારે એક તસવીર શેર કરી છે, જેમાં તેણે કેપ્શન આપ્યું છે, '22 વર્ષ પહેલાં મારા લગ્નના દિવસે સવારે પૂજાની તસવીર'  અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીના લગ્ન 18 ફેબ્રુઆરી 1997ના રોજ બિઝનેસમેન રૉબર્ટ વાડ્રા સાથે થયાં હતાં

   પ્રિયંકા ગાંધી વાડ્રા ટ્વિટર પર સતત એક્ટિવ રહે છે, પછી તે સરકાર પર નિશાન સાધવા હોય કે પછી કોઇ મુદ્દે ટ્વિટ કરવાનું હોય અથવા તો તહેવાર પર સામાન્ય જનતાને શુભેચ્છા પાઠવવાની હોય, પ્રિયંકા દર વખતે ટ્વિટર પર પોતાની હાજરી નોંધાવે છે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે ટ્વિટર પર બે દિવસથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અત્યાર સુધીમાં અનેક ફિલ્મી સ્ટાર્સ, નેતા, અધિકારી, પોલીસ ઑફિસરોએ સાડીમાં પોતાની તસવીરો શેર કરી છે. પુરુષો તરફથી પણ ટ્વિટર પર #KurtaTwitter ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે.

(10:32 am IST)