Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

એર ઇન્ડિયાને વેચી મારવા માટે સરકારની તૈયારી શરૂ

રોડ શો યોજવા અને ખરીદદારોને મળવા તૈયારી : શક્ય તેટલી વહેલીતકે પ્રક્રિયાને હાથ ધરવાની હિલચાલ

નવી દિલ્હી, તા. ૧૬ : એર ઇન્ડિયાના વેચાણ માટે સંભવિત ખરીદદારોને મળવા માટેની તૈયારી કરી લેવામાં આવીછે. સરકાર દ્વારા એક રોડ શો કરવામાં આવનાર છે. આગામી મહિનાના અંત સુધી એર ઇન્ડિયાને વેચી દેવા રસધરાવતા લોકોને આમંત્રણ આપવામાં આવનાર છે. સરકાર આ વર્ષે સંપૂર્ણપણે આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. આ મામલા અંગે માહિતી ધરાવનાર લોકોએ કહ્યું છે કે, સરકાર રોડ શોનું આયોજન કરશે. સાથે સાથે સંભવિત ખરીદદારોને મળશે. તેમના હિતો અંગે માહિતી મેળવશે. નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓએ કહ્યું છે કે, વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે. બીડરોને આમંત્રિત કરવામાં આવશે. શક્તિશાળી બીડરોને વેચાણની શરતોમાં ફેરફાર કરવા માટે સૂચનો કરવા માટે વિકલ્પ રહેશે. જાણકાર લોકોનું કહેવું છે કે, કેરિયરમાં તેની હિસ્સેદારી વેચવા માટે સરકાર ઇચ્છુક છે. નાણામંત્રાલયના પ્રવક્તા ડીએસ મલિકે મોબાઇલ ફોન પર માહિતી મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા બાદ કોઇ જવાબ મળ્યા ન હતા. એર ઇન્ડિયાના પ્રવક્તાએ પણ કોઇ પ્રતિક્રિયા આપી નથી. ગયા વર્ષે આકર્ષક બીડરને શોધી કાઢવામાં સફળતા હાથ લાગી ન હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને વર્તમાન નાણાંકીય વર્ષમાં તેમના બજેટ ભાષણમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, સરકાર એરઇન્ડિયાને વેચવા માટે યોજના પર ફરી કામ કરશે. સરકારી કંપનીઓમાં હિસ્સેદારી વેચીને ૧.૦૫ ટ્રિલિયન રૂપિયા ઉભા કરવાના પ્રયાસ કરવામાં આવશે. એર ઇન્ડિયા ૩૦૦ અબજના ટેક્સ પેયર ફંડેડ બેલઆઉટ ઉપર ચાલી રહ્યું છે. માર્કેટમાં પ્રભુત્વ જાળવવામાં એર ઇન્ડિયાને સફળતા મળી રહી નથી. ઇન્ટર ગ્લોબ એવિએશન લિમિટેડ અને સ્પાઇસ જેટ દ્વારા સસ્તામાં ઓફર કર્યા બાદ તકલીફ ઉભી થઇ છે. બીજી બાજુ એર ઇન્ડિયા દિલ્હી-ટોરેન્ટોની સીધી ફ્લાઇટ શરૂ કરશે.

(12:00 am IST)