Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

જુન મહિનામાં ભારતની નિકાસમાં ૯.૭૧ ટકાનો ઘટાડોઃ જેમ્સ એન્ડ જવેલરી, પેટ્રોલિયમ પેદાશો, રેડીમેઇડ ગારમેન્ટ, કેમિકલ, સહિતની ચીજોની નિકાસ ઉપર અસર

ન્યુ દિલ્હીઃ જુન મહિનામાં ભારતની નિકાસમાં ૯.૭૧ ટકાનો ઘટાડો નોંધાયો છે તેવું વાણિજય મંત્રાલયના અહેવાલમાં જણાવાયુ છે જે ૨૫.૦૧ અબજ ડોલર થઇ છે. ખાસ કરીને ઓ.એન.જી.સી. તથા મેંગલોર પેટ્રોકેમિકલ્સ લીમીટેડ ૧૭ એપ્રિલથી ૨૮ જુન સુધી બંધ રહ્યા હોવાથી નિકાસ ઉપર પ્રતિકૃળ અસર જોવા મળી છે. જે ૮ મહિના પછીનો પ્રથમ ઘટાડો છે.

ઉપરાંત જેમ્સ એન્ડ જવેલરી, એન્જીનીઅરીંગ ચીજો, પેટ્રોલિયમ પેદાશો, પ્લાસ્ટીક, હેન્ડીક્રાફટસ રેડીમેઇડ ગારમેન્ટ, કેમિકલ તથા લેધરની નિકાસ ઘટતા ઉપરોકત ઘટાડો નોંધાયો છે.

(8:45 pm IST)