Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અમેરિકાના મેઇન સ્ટેટમાંથી સેનેટર તરીકે ચૂંટણી લડવાની ઘોષણાં કરતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સારા ગિદિયોનઃ સ્ટેટ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ સ્પીકર તથા પૂર્વ કાઉન્સીલર સુશ્રી સારા ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

 

 

મેઇનઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી સેનેટની ચૂંટણીઓમાં મેઇનની સીટ ઉપરથી ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સારા ગિદિયોનએ ચૂંટણી લડવાની ઘોષણા કરી છે.

સુશ્રી સારા હાલમાં સ્ટેટ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્સના સ્પીકર છે તથા પૂર્વ કાઉન્સીલ વુમન છે. તેમણે ૨૪ જુનના રોજ યુટયુટબ ઉપર વીડિયો મુકીને ઉપરોકત ઘોષણાં કરી છે. તેઓ પ્રાઇમરી ચૂંટણીમાં અન્ય ૨ ડેમોક્રેટ ઉમેદવારોનો મુકાબલો કરશે તેમનો જન્મ રહોડે આઇલેન્ડમાં થયો છે.  તેઓ ઇમીગ્રન્ટ માતા-પિતાના પુત્રી છે. તેમના પિતા પિડીયાટ્રીશીઅન છે. તેમણે જયોર્જ વોશીંગ્ટન યુનિવર્સિટીમાંથી બી.એ.ડીગ્રી મેળવેલી છે. રાજકારણમાં પ્રવેશ્યા પહેલા તેઓ ન્યુપેપરમાં એડવર્ટાઇઝીંગ એકાઉન્ટ એકઝીકયુટીવ તરીકે કાર્યરત હતા.

(8:41 pm IST)