Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મોદી સરકાર-૧ના ગાળામાં ૯૬૩ ત્રાસવાદી મોતને ઘાટ

ઘુસણખોરીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે : લોકસભામાં વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે

નવી દિલ્હી, તા. ૧૬ : આતંકવાદ સાથે જંગ લડી રહેલા જમ્મુ કાશ્મીરમાં મોદી સરકારની પ્રથમ અવધિ દરમિયાન ૯૬૩ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી લોકસભામાં આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આની સાથે સાથે ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચેના ગાળામાં સરહદપારથી ઘુસણખોરીના બનાવોમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિસન રેડ્ડીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, સુરક્ષા દળોના સંગઠિત અને જોરદાર પ્રયાસોના લીધે જમ્મુ કાશ્મીરમાં ૨૦૧૪થી ૨૦૧૯ના ગાળા દરમિયાન ૯૬૩ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જો કે, આતંકવાદ સામેના ઓપરેશનમાં અમારા ૪૧૩ સુરક્ષા કર્મીઓ પણ શહીદ થયા છે. રેડ્ડીએ લોકસભામાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૬થી લઇને ૨૦૧૮ વચ્ચેના ગાળામાં સરહદ પારથી ઘુસણખોરની ૩૯૮ ઘટનાઓ બની છે જેમાં ૧૨૬ ઘુસણખોરો માર્યા ગયા છે. લોકસભામાં નિશિકાંત દુબેના પ્રશ્નના જવાબમાં રેડ્ડીએ કહ્યું હતું કે, ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ કરવાના પ્રયાસમાં ત્રણ વર્ષમાં ૨૭ સુરક્ષા જવાન શહીદ થયા છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીએ ઘુસણખોરીના જુદા જુદા વર્ષોમાં બનેલા બનાવો અંગે પુરતી માહિતી આપી હતી. બીજી બાજુ હાઈકોર્ટમાંથી દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ ફરાર ચાલી રહેલા ખૂંખાર આતંકવાદી બસીર અહેમદને દિલ્હી પોલીસે પકડી પાડ્યો છે. તે બીજી વખત સ્પેશિયલ સેલના સકંજામાં આવી ગયો છે. આ ટીમે ૨૦૦૭માં એન્કાઉન્ટર બાદ પાકિસ્તાનની સાથી સહિત ત્રણ આતંકવાદીઓને પકડી પાડ્યા હતા જેમાં એક આતંકવાદી તરીકે આ શખ્સ પણ હતો તેના ઉપર દિલ્હી પોલીસે બે લાખ રૂપિયાનું ઇનામ મુક્યું હતું. બીસીટી સ્પેશિયલ સેલ સંજીવ યાદવે માહિતી આપતા કહ્યું છે કે, સોમવારના દિવસે સાંજે આરોપીને શ્રીનગરમાંથી પકડી પાડવામાં આવ્યો છે. તેને હવે દિલ્હી લાવવામાં આવ્યા બાદ પુછપરછ કરવામાં આવી રહી છે. બસીરને જ્યારે પકડી પાડવામાં આવ્યો ત્યારે તેની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. ૨૦૧૯માં હજુ સુધી કેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે તે અંગે કોઇ માહિતી આજે અપાઈ ન હતી.

ઘુસણખોરીની ઘટના...

નવીદિલ્હી, તા. ૧૬ : આતંકવાદ સાથે જંગ લડી રહેલા જમ્મુ કાશ્મીરમાં મોદી સરકારની પ્રથમ અવધિ દરમિયાન ૯૬૩ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આની સાથે સાથે ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચેના ગાળામાં સરહદપારથી ઘુસણખોરીના બનાવોમાં ઘટાડો થયો છે.  કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિસન રેડ્ડીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, સુરક્ષા દળોના સંગઠિત અને જોરદાર પ્રયાસોના લીધે જમ્મુ કાશ્મીરમાં ૨૦૧૪થી ૨૦૧૯ના ગાળા દરમિયાન ૯૬૩ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.ઘુસણખોરીની ઘટના કયા વર્ષે કેટલી બની તે નીચે મુજબ છે.

વર્ષ........................................ ઘુસણખોરીની ઘટના

૨૦૧૬....................................................... ૧૧૧૯

૨૦૧૭.......................................................... ૧૩૬

૨૦૧૮.......................................................... ૧૪૩

(12:00 am IST)