Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મધ્ય પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય મહેશ રાય સમર્થકો સાથે એસડીએમની ચેમ્બરમાં ઘુસી ગયાઃ મુર્દાબાદના નારા લગાવ્યા

નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં નેતાઓના અધિકારીઓ સાથે દુર્વ્યવહાર હજુ પણ જોવા મળી રહ્યાં છે. મામલો બીનાનો છે. જ્યાં ભાજપ ધારાસભ્ય તેમના સમર્થકોની સાથે એસડીએમના ચેમ્બરમાં ધૂસી ગયા અને ત્યાં હાજર એસડીએમને ધમકાવવા લાગ્યા હતા. જ્યાં ધારાસભ્ય અને તેમના સમર્થકોએ એસડીએમની સામે મુર્દાબાદના નારા પણ લગાવ્યા અને અધિકારીની સામે ધાક જમાવવા લાગ્યા હતા.

ભાજપના ધારાસભ્ય મહેશ રાય અહી તેમના સમર્થકોની સાથે એસડીએમ કેએલ મીણાની પાસે મેમોરેન્ડમ સોંપવા પહોંચ્યા હતા, પરંતુ જ્યારે એસડીએમે મેમોરેન્ડમ લેવા માટે બહાર આવવાથી ઇન્કાર કર્યો અને કહ્યું કે, તેઓ મેમોરેન્ડમ મામલતદારને સોંપી દે. તો ધારાસભ્ય તેમના સમર્થકોની સાથે એસડીએમના ચેમ્બરમાં ઘૂસી ગાયા અને તેમની સામે મુર્દાબાદના નારા લગાવવા લાગ્યા હતા. જણાવી દઇએ કે, ધારાસભ્ય મહેશ રાય અહીં વીજળીની સમસ્યાને લઇને પહોંચ્યા હતા.

તે દરમિયાન ધારાસભ્ય મહેશ રાયની સાથે લગભગ એક ડર્ઝનથી વધારે સમર્થકો હતા. જેમણે કેબિનમાં ઘૂસતા એસડીએમ પર વરસી પડ્યા હતા. ધારાસભ્યએ એસડીએમ પર ધાક જમાવતા કહ્યું કે, હજુ તમે અહી નવા નવા આવ્યા છો અને તેમને નથી ખબર કે ધારાસભ્ય સાથે કેવીરીતે વાત કરવી. સંપૂર્ણ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધારાસભ્ય કહેતા સંભળાય છે કે, સંભળો, હજુ તમે નવા નવા છો. તમને રીત નથી ખબર કે એક એમએલએ સાથે કેવી રીતે વાત કરવી.

(10:40 am IST)