Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

હવે ફ્રેટ ટ્રેન માટે પ્રથમ કોરિડોર રેલવેને મળશે

૧૫ ઓગસ્ટે ડેડીકેટેડ કોરિડોર મળશે

નવીદિલ્હી,તા. ૧૭ : સ્થાપનાને ૧૬૫ વર્ષ બાદ ભારતીય રેલવેને ૧૫મી ઓગસ્ટના દિવસે ફ્રેટ ટ્રેનો અથવા તો માલગાડી માટે તેના પ્રથમ ડેડિકેટેડ કોરિડોરને મેળવી લેશે. ભારત ૭૨માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરનાર છે ત્યારે ફ્રેટ ટ્રેનો માટે આ કોરિડોર મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશમાં દાદરી અને રાજસ્થાનમાં કુલેરા વચ્ચે ૧૯૦ કિલોમીટરની રેલવે લાઈન રાષ્ટ્રને સમર્પિત કરશે. જે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર હેઠળ આવે છે. આ વર્ષે વડાપ્રધાનના સ્વતંત્રતા દિવસના લાલ કિલ્લા પરના ભાષણને ચૂંટણીની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ચાર વર્ષના ગાળા દરમિયાન સરકારની સિદ્ધિઓને વડાપ્રધાન રજૂ કરી શકે છે. રેલવે માટે નૂરના ક્ષેત્રમાં રોડવે તરફથી જોરદાર પડકારનો સામનો કરવામાં આવી રહ્યો છે.

આ રુટ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડીએફસીનો ૮૧૪ અબજ રૂપિયાનો આ પ્રોજેક્ટ ૩૩૬૦ કિલોમીટરના ટ્રેકને આવરી લેશે જે ૧૫૦૦ કિલોમીટર વિસ્તારમાં આવે છે. દાદરીથી શરૂ થઇને જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ સુધી આ પહોંચે છે. ૧૫મી ઓગસ્ટના દિવસે ફ્રેટ ટ્રેનો માટે આ કોરિડોર રાષ્ટ્રને સુપરત કરવામાં આવનાર છે.

(7:42 pm IST)