Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ફોન કરીને સીમ નંબર માંગનાર વ્‍યક્તિઓથી ચેતજોઃ મોટી રકમની છેતરપિંડી પણ થઇ શકે છેઃ આવા કોલ વખતે બેંક અેકાઉન્‍ટ ઉપર ખાસ નજર રાખજો

નવી દિલ્હીઃ મોબાઇલ ઉપર સીમ નંબર માંગીને છેતરપિંડી કરનારા તત્વોથી ચેતવા માટે અપીલ કરવામાં આવી છે.

SIM દ્વારા ફ્રોડ થવાના સમાચાર હવે સામાન્ય થઈ ગયા છે. આપણે રોજ સાંભળીએ છીએ કે, કોઈકે સીમની ડિટેલ લઈને ખાતામાંથી લાખો રૂપિયા કાઢી લીધા. પરંતુ શું તમને ખબર છે કે આખરે આ ફ્રોડ કેવી રીતે થાય છે. કેવી રીતે લોકો સિમ નંબર જાણીને લાખો રૂપિયાની ઠગાઈ કરે છે.

શું હોય છે સીમ સ્વેપિંગ - આ ફ્રોડને સીમ સ્વેપિંગ કહે છે, જેમાં ઠગ સીમ કાર્ડને નવા સીમથી બદલી ઠગાઈ કરે છે. સીમ સ્વેપિંગનો સીધો મતલબ છે કે, તમારા સીમને ડુપ્લીકેટ સીમથી બદલી દેવામાં આવે. જો ઠગ આવું કરવામાં સફળ થઈ જાય તો તમારા નંબરની સીમ તેની પાસે આવી જાય છે. સીમ કાર્ડમાં યૂઝરનો ડેટા હોય છે, અને તેનો ઉપયોગ ઓથેંટિકેશન માટે કરવામાં આવી શકે છે. ઠગ આનો ઉપયોગ સરળતાથી ઠગાઈ કરવા કરી શકે છે.

ફોન કરી માંગે છે સીમ નંબર - સીમ દ્વારા ફ્રોડ કરવા માટે ઠગ સૌથી પહેલા તમને નવા નંબરથી કોલ કરે છે, અને પોતાની જાતને કોઈ ટેલિકોમ કંપનીનો કર્મચારી જણાવે છે. ત્યારબાદ કોલ ડ્રોપ અને ઈંટરનેટની સમસ્યાના સમાધાનનું બહાનું બતાવે છે. આ સિવાય તમારા સીમને અપડેટ કરવાની વાત કરે છે. જ્યારે તમે તેની ઝાળમાં ફસાઈ જાઓ છો તો, તે તમને તમારા સીમ પાછળ લખેલા 20 ડિઝિટનો યૂનિક નંબર પૂછે છે.

આવી રીતે નીકળે છે પૈસા - જો કોઈ અપરાધીએ સીમ સ્વેપિંગ માટે કોઈ યૂઝરને કોલ કરેલો હોય તો, આવું બની શકે છે, તેની પાસે તમારી બેંક ડિટેલ્સ, જેમ કે બેંક એકાઉન્ટ નંબર, ડેબિટ-ક્રેડિટ નંબરની જાણકારી પહેલાથી હોય. પરંતુ આ બધુ હોવા છતાં એકાઉન્ટથી પૈસા ન નીકાળી શકતો હોય કારણ કે ઓટીપીની જરૂરત હોય છે. જો સ્વીમ સ્વેપ થઈ જાય તો ઓટીપી નંબર પણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે અને પછી અપરાધી સરળતાથી બેંકમાંથી પૈસા નીકાળી શકશે. આ સિવાય શોપિંગ માટે પણ આનો ઉપયોગ કરે છે. આ સિવાય ઠગ કેટલીક વાર મોબાઈલ નંબરની સાથે આધારનંબર પણ માંગે છે, કારણ કે આજકાલ બેંકથી લઈ મોટાભાગની સેવાઓ આધાર સાથે જોડાયેલી છે.

ઠગાઈથી બચવા આટલું કરો - સામાન્ય રીતે સીમ સ્વેપિંગની પુરી પ્રક્રિયામાં થોડો સમય લાગે છે. મતલબ તમારી સહમતીના થોડા કલાક બાદ તમારા ફોનના સિગ્નલ ગાયબ થશે. એવામાં ઠગ ઈચ્છે છે કે, તમારૂ ધ્યાન ફોનથી હટી જાય તેના માટે તમને પરેશાન કરશે જેથી તમે ફોનને સ્વીચ ઓફ કરી દો અથવા સાયલેંટ કરી દો. જેથી આવા સમયમાં ક્યારે પણ તમારા ફોનને સ્વીચ ઓફ કે સાયલેન્ટ ન કરો. જો તમને આવા કોલ આવતા હોય તો તમારા બેંક એકાઉન્ટ પર પણ નજર રાખો અને શંકાસ્પદ લેવડ-દેવડ હોવા પર તુરંત બેંકનો સંપર્ક કરો. કેટલીક વાર આ ઠગ લોકો તમને એટલા પરેશાન કરે છે કે તમે ગુસ્સામાં આવી ફોન જ બંધ કરી દો છો, અને તેની જ તે રાહ જોતા હોય છે. જેથી લેવડ-દેવડ થવા પર તમારા નંબર પર મેસેજ ન આવે અને તમને કઈ ખબર ન પડે. જેથી તમારો મોબાઈલ કોઈ પણ કિંમત પર બંધ ન કરો.

(5:29 pm IST)