Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કોંગ્રેસ હંમેશા સમાજના પછાત અને શોષિત લોકો તથા લાઇનમાં સૌથી પાછળ ઉભેલી વ્‍યકિત સાથે છે, તેમના માટે જાતિ, ધર્મ કે આસ્થાનું કોઇ ખાસ મહત્વ નથી, કોંગ્રેસ સમગ્ર માનવતાને પ્રેમ કરે છેઃ રાહુલ ગાંધીનું ટ્વિટ

નવી દિલ્હીઃ કોંગ્રેસને મુસ્લિમોની પાર્ટી ગણાવવાના કથિત નિવેદનને લઇને રાજકીય ઘમાસાણ વચ્ચે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરીને પહેલી વખત પોતાની દીશા નક્કી કરી હતી. રાહુલ ગાંધીના આ ટ્વિટને આખા વિવાદ ઉપર તેમના જવાબની રીતે જોવામાં આવી રહ્યું છે.

રાહુલે પોતાના ટ્વિટમાં કહ્યું કે, કોંગ્રેસ હંમેશા સમાજના પછાત અને શોષિત લોકો અને લાઇનમાં સૌથી પાછળ ઉભેલી વ્યક્તિ સાથે છે. તેમના માટે જાતિ, ધર્મ કે આસ્થાનું કોઇ ખાસ મહત્વ નથી. કોંગ્રેસ સમગ્ર માનવતાને પ્રેમ કરે છે.

કોંગ્રેસ અધ્યક્ષે મંગળવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, હું લાઇનમાં સૌથી પાછળ ઉભેલી વ્યક્તિની સાથે છું. હું શોષિત, હાંસિયામાં ધકેલાયેલા અને પીડિત લોકોની સાથે છું. તેમના ધર્મ અને તેમની જાતિ કે આસ્થા મારા માટે ખાસ મહત્વ નથી રાખતા. દુઃખમાં જીવી રહેલા લોકોને હું ગળે લગાવડા માંગુ છું. હું નફરત અને ભયને દુર કરવા માંગુ છું. મને બધા જીવોથી પ્રેમ છું હું કોંગ્રેસ છું.

ઉલ્લેખનીય છે કે, આ બધો મામલો એક ઉર્દુ સમાચાર પત્ર ઇંકલાબમાં છપાયેલા એક રિપોર્ટથી શરૂ થયો હતો. સમાચાર પત્રમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ મુસલમોની પાર્ટી છે.

રિપોર્ટ પછી બીજેપી અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપ થવાના શરૂ થઇ ગયા હતા. બીજેપી કોંગ્રેસ પાર્ટીને કટ્ટર સાંપ્રદાયિક પાર્ટી ગણાવે છે તો કોંગ્રેસે જવાબમાં કહ્યું કે તેઓ સ્મશાન, કબરસ્તાન અને ભાગલાની રાજનીતિ નથી કરતી. પરંતુ દરેક જાતી અને ધર્મોનું સન્માન કરે છે.

(5:29 pm IST)