Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

નોટબંધી વખતે ઓવરટાઇમ કરનારા ૭૦,૦૦૦ કર્મચારીઓને આપેલા પૈસા હવે સ્ટેટ બેંક પરત લઇ લેશે

નવી દિલ્હી : ભારતીય સ્ટેટ બેંકમાં વિલય થઇ ચૂકેલ એસોસીયેટ બેંકોના ૭૦,૦૦૦થી વધુ કર્મચારીઓ ઘણા નારાજ છે : નોટબંધી વખતે આ કર્મચારીઓ પાસે ઘણુ કામ કરાવાયું હતું અને વચન અપાયું હતું કે ઓવરટાઇમ ચૂકવાશે : ચૂકવણુ પણ થઇ ગયું પણ હવે એસોસીયેટ બેંકો સાથે સંકળાયેલા કર્મચારીઓ પાસેથી મેનેજમેન્ટ ઓવરટાઇમની ચૂકવાયેલ રકમ પરત માંગી રહ્યંુ છે : બેંક ઓફીસરોને ૩૦,૦૦૦ અને કર્મચારીઓને ૧૭૦૦૦ ચૂકવાયા હતાં પણ હવે સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, હૈદ્રાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ પટીયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરમાં અગાઉ કામ કરનારા પાસેથી આ રકમ પરત મંગવામાં આવી છે : આવા કર્મચારીઓ ૭૦,૦૦૦ છે : એસબીઆઇનું કહેવું હતું કે અમે માત્ર અમારા કર્મચારીઓને જ ચુકવીએ : નોટબંધી વખતે આ બેંકોનું વિલીનીકરણ એસબીઆઇમાં થયું નહોતું તેથી એસબીઆઇની જવાબદારી નથી.

(4:30 pm IST)