Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઇંધાણની વધેલી કિંમતને કારણે ભારતને જોરદાર ઝટકો, IMS અેઘટાડયું GDPગ્રોથનું અનુમાન

આઇએમએફએ ભારતના ગ્રોથ અનુમાનને ૨૦૧૮ માટે ૦.૧ ટકા ઘટાડીને ૭.૩ ટકા અને ૨૦૧૯ માટે ૦.૩ ટકા ઘટાડીને ૭.૫ ટકા કરી દીધું છે

નવીદિલ્હી, તા.૧૭:  ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)એ ભારતને જોરદાર ઝટકો આપ્યો છે. આઇએમએફએ ભારતના ગ્રોથ અનુમાનને ૨૦૧૮ માટે ૦.૧ ટકા ઘટાડીને ૭.૩ ટકા અને ૨૦૧૯ માટે ૦.૩ ટકા દ્યટાડીને ૭.૫ ટકા કરી દીધું છે.IMFભારતનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાંકીય વર્ષમાં ૭.૫ ટકાથી દ્યટાડીને ૭.૩ ટકા કરી દીધો છે. જોકે, આમ છતાં ભારત અત્યારે પણ દુનિયામાં સૌથી ઝડપી વિકાસ સાધી રહેલી અર્થવ્યવસ્થાઓમાં ટોચ પર છે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ વર્ષે એપ્રિલમાં ૦.૧ ટકા અને ૨૦૧૯માં ૦.૩ ટકાનો દ્યટાડો કરવામાં આવ્યો છે.

IMFએ જાહેર કરેલી માહિતી પ્રમાણે તેલની ઉંચી કિંમત અને કડક ફાઇનાન્શિયલ પોલીસીના કારણે આ નિર્ણય લેવાયો છે.WEO અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો આર્થિક વિકાસ ૨૦૧૭માં ૬.૭ ટકાથી વધીને ૨૦૧૮માં ૭.૩ ટકા તેમજ ૨૦૧૯માં ૭.૫ ટકા થવાનું અનુમાન છે. હવે દેશ ડિમોનિટાઇઝેશન અને ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ની છાયામાંથી બહાર નીકળી ગયો છે.

IMF દ્વારા ભારતમાં ગ્રોથનો દ્યટાડો થવાનો જાહેરાત કરવામાં આવી હતી પણ આમ છતાં ભારતનો  ગ્રોથ ચીનની સરખામણીમાં વધારે રહેવાનું અનુમાન છે. રિપોર્ટ કહે છે કે ચીનનો ગ્રોથ ૨૦૧૭ના ૬.૯ ટકાથી ઘટીને ૨૦૧૮ના ૬.૬ ટકા અને ૨૦૧૯માં ૬.૪ ટકા રહેવાનું અનુમાન છે. આંતરરાષ્ટ્રીય એજન્સીએ આપેલી માહિતી પ્રમાણે અમેરિકામાં આર્થિક વિકાસ દર ૨૦૧૮ના ૨.૯ ટકા અને આવતા વર્ષે ૨.૭ ટકા રહેવાનું અનુમાન છે. IMF માનવું છે વેપારના મામલે વધેલા તણાવને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જોખમ છે.

(4:28 pm IST)