Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગિરગઢડામાં બપોરથી વરસાદનો વિરામ, મુખ્યમંત્રી લશ્કરના વિમાનમાં પહોંચ્યા

સરકારના વિમાનનું કેશોદમાં ઉતરાણ ન થઈ શકતા રૂપાણી ગાંધીનગર પરત આવી તુરત હવાઈદળના વિમાનમાં ઉપડ્યા : મુખ્ય સચિવ સતત સાથે : એનડીઆરએફની વધુ એક ટીમ બોલવાઈ

રાજકોટ, તા. ૧૭ : ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા પંથકમાં ભારે વરસાદના કારણે તબાહી સર્જતા પરિસ્થિતિની સમીક્ષા અને હવાઈ નિરીક્ષણ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે બપોર બાદ મુખ્યસચિવ જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને વેરાવળ- સોમનાથ પહોંચ્યા છે. સવારે રાજય સરકારના એરક્રાફટમાં ગયેલા પણ તેનું ખરાબ હવામાનના કારણે ઉતરાણ ન થઈ શકતા ગાંધીનગર પરત આવી ફરી એરફોર્સના મોટા વિમાનમાં ગયા છે. ગીર ગઢડામાં બપોરથી વરસાદનો વિરામ થયો છે. એનડીઆરએફની ૩ ટીમ બચાવમાં હતી. ૨૫ જવાનોની વધુ એક ટીમ બોલાવવામાં આવી છે. વાતાવરણ વાદળછાયુ છે.(૩૭.૯)

(4:25 pm IST)