Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સોલ્જરને હવે યુદ્વ મેદાનમાં મળશે રોબોનો સાથ

નવી દિલ્હી, તા.૧૭: યુદ્વના મેદાનમાં આર્મીના સોલ્જરો જીવના જોખમે લડાઇ કરતા હોય છે પણ જયારે કોઇ સર્ચ-ઓપરેશન હાથ ધરવાનું હોય અને દુશ્મનના વિસ્તારમાં તપાસ કરવાની હોય ત્યારે સોલ્જરોને ખરી તકલીફ પડતી હોય છે. જોકે અમેરિકાની આર્મી રિસર્ચ લેબોરેટરી અને કાર્નેગી મેલન યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ એક એવી ટેકિનક શોધી કાઢી છે જેમાં રોબો કોઇ પણ જાતના વાતાવરણમાં જઇને તપાસ કરીને સોલ્જરોને મદદ કરી શકશે. આ ટેકિનકમાં રોબોને એવી ઇન્ટોલિજન્સ-સિસ્ટમ શીખવવામાં આવે છે કે તેઓ માણસની જેમ જ વિસ્તારને જોઇને રિપોર્ટ આપી શકે. આજે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કારણે ઘણી બધી ચીજો આસાન બની છે ત્યારે આ રોબોને કોઇ પણ પ્રકારના વિસ્તારમાં કેવી રીતે જવું એ શીખવવામાં આવ્યું છે.

(4:55 pm IST)