Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગૌરક્ષા પર હિંસાની મંજુરી સરકાર ન આપી શકે : સંસદ કાયદાનું નિર્માણ કરે

સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો : શાંતિ સ્થાપવી એ કેન્દ્રની જવાબદારી : રાજ્ય સરકારોને આપ્યા કડક આદેશો : રાજ્ય સરકારોને હિંસા રોકવા સંબંધિત ગાઇડ લાઇન્સને ચાર સપ્તાહમાં લાગુ કરવાનો આપ્યો આદેશ

નવી દિલ્હી તા. ૧૭ : સુપ્રીમકોર્ટે ગૌરક્ષાના નામ પર દેશના વિવિધ ભાગોમાં થયેલા હત્યા પર ગાઇડલાઇન્સ જાહેર કરીને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે ટોળાના તંત્રને મંજુરી આપી શકાય નહી સુપ્રીમે આ અંગે કાયદો ઘડવા અને સરકારોને સંવિધાન મુજબ કાર્ય કરવા કહ્યું છે સુપ્રીમકોર્ટે કહ્યું કે કોઇપણ કાયદો તેની રીતે ચાલે નહી શાંતિ સ્થાપિત કરવી સરકારની જવાબદારી છે કોર્ટે સાચેજ કહ્યું કે સરકાર પીડિતોને વળતર આપે સુપ્રિમે કહ્યું કે ૪ સપ્તાહમાં કેન્દ્ર અને રાજયસરકાર કોર્ટના આદેશને લાગુ કરે.

સીજેઆઇ દીપક મિશ્રા જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ ધનંજય વાઇ-ચન્દ્રચુડની પીઠે આ અંગે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. અગાઉ ગૌરક્ષા નામ પર થઇ રહેલી હિંસા પર અંકુશ લગાવાના ન્યાયિક આદેશ પર અમલ નહી કરવાના કારણે રાજસ્થાન, હરિયાણા અને ઉતરપ્રદેશ સરકાર વિરૂધ્ધ અવમાનતા કાર્યવાહી માટે અરજી પર સુપ્રીમકોર્ટે આ સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ આ અવમાનનાની અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું કે  આ ૩ રાજયોએ સુપ્રીમકોર્ટના ૬ સપ્ટેમ્બરના આદેશનું પાલન કર્યું નથી.

ત્રણ રાજયોને નોટીસ આપવામા આવી અને તેને ૩ એપ્રિલ સુધી જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો ગાંધી તરફથી વરિષ્ઠ અધિવકતા ઇન્દિરા જયસિંહે કહ્યું હતું. કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાય આ રાજયોના વિવિધ ભાગોમાં હજુ પણ ગૌરક્ષાના નામ પર હિંસક ઘટનાઓ બની રહી છે. તેના પર પીઠે કહ્યું કે આ અવમાનના અરજી પર ગાંધીની મૂખ્ય અરજી સાથેસુનાવણી કરશ.ે

સુપ્રિમ કોર્ટે ગયા વર્ષે ૬ સપ્ટેમ્બરે દરેક રાજયોને ગૌરક્ષાના નામ હિંસક ઘટનાઓની રોકવાથી માટે એક સપ્તાહની અંદર દરેક જીલ્લામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને નોડલ અધિકારી નિયુકત કરવા સહિત કઠોર ઉપાય કરવાનો આદેશ અપાયો હતો. બેંચે આ પ્રકારના હિંસક કૃત્યને રોકવા પર જોર આપીને કહ્યું કે રાજયોને દરેક જિલ્લા એક કાર્યબળનું ગઠન કરવામા આવે અને રાજયોના મુખ્ય સચિવોને ગૌરક્ષાના નામ પર હિંસાની રોકવા માટે કરેલી કાર્યવાહીના વિવરણની સાથે સ્થિતીનો રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.(૨૧.૨૧)

(4:18 pm IST)