Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ભારતમાં લોન્ચ થઇ એક કરોડ રૂપિયાની જેગુઆર

જેગ્વાર લેન્ડ રોવરે ગઇ કાલે ભારતમાં પેટ્રોલ એન્જિન ધરાવતી F ટાઇપની સિડેન કાર લોન્ચ કરી હતી. જેગ્વાર F ટાઇપ ૨.૦ લીટર કુપેની એકસ-શોરૂમ કિંમત ૯૦.૯૩ લાખ અને જેગ્વાર F ટાઇપ ૨.૦ લીટર કન્વટિંબલની કિંમત ૧.૦૧ કરોડ રૂપિયા છે. ચાર સિલિન્ડરવાળા આ મોડલમાં ઇગ્નેશિયમ પેટ્રોલ એન્જિન છે અને કારના વજનમાં આગલા મોડલ કરતાં બાવન કિલોગ્રામ વજન ઓછું કરવામાં આવ્યું છે. જેગ્વાર F ટાઇપ ૨.૦ લીટર કુપે અને ૨.૦ લીટર કન્વર્ટિબલ કાર માત્ર ૫.૭ સેકન્ડમાં ઝીરોથી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

(4:18 pm IST)
  • ગીર સોમનાથમાં એનડીઆરએફએ ૫ લોકોને બચાવ્યા : ઉનાના પાટીવાળા ગામે ખેતરમાં ફસાયેલા વ્યકિતઓને બચાવી લેવાયા access_time 6:11 pm IST

  • જૂનાગઢ જિલ્લામાં સવારે 1 થી 8 ઇંચ વરસાદ : જૂનાગઢ જિલ્લામાં સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં એકથી આઠ ઇંચ વરસાદ વરસ્યો: માણાવદરમાં 8 ઇંચ, મેદરડામાં 4 ઇંચ, વંથલી-કેશોદમાં 3 ઇંચ, માળિયાહાટીના, માંગરોળમાં 3 ઇંચ, વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ access_time 12:58 pm IST

  • મોડી સાંજે અમદાવાદના નારોલમાં રંગીલા નગરમાં ચાલી રહેલ આનંદ મેળામાં એક રાઈડ તૂટી પડતા બે લોકોના મોત થયા છે. નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. access_time 2:27 am IST