Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કોંકણ-ગોવામાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે કોંકણ અને ગોવામાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે તેમજ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના બુલેટિનમાં જણાવ્યા અનુસાર ગુજરાતના અમુક સ્થળોએ તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. બીજુ લો પ્રેશર ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં 19 જુલાઈ સુધીમાં બનવાની સંભાવના છે.

 

(1:22 pm IST)