Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

દેશમાં શિસ્તબદ્ધ અને રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા યુવાનોની સેના ઉભી કરાશે: દર વર્ષે 10 લાખ યુવાનોને તાલીમ અપાશે:મોદી સરકારે હાથ ધરેલી વિચારણા

ન્યુ દિલ્હી: રાષ્ટ્રમાં 'શિસ્તબદ્ધ' અને રાષ્ટ્રવાદી 'યુવાનોની સેના' ઊભી કરવા કેન્દ્રની મોદી સરકારે વિચારણા હાથ ધરી છે.

દર વર્ષે દસ લાખ યુવક-યુવતીઓને સૈન્ય તાલીમ આપવાના એક પ્રસ્તાવ પર ચર્ચા કરવા સંબંધિત બેઠકનું આયોજન કરાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

'નેશનલ યૂથ ઍમ્પ્લૉયમૅન્ટ સ્કીમ' કે 'એન-યસ' ના નામે આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતની બહોળી વસતિનો ફાયદો ઉઠાવવાનું હોવાનું માનવું છે.

આ અંગે કરાયેલા પ્રસ્તાવમાં ધોરણ દસ, ધોરણ 12 તેમજ કૉલેજના વિદ્યાર્થીઓને સંબંધિત તાલીમ આપવાનો પ્રસ્તાવ છે.

(11:55 am IST)