Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કરોડો રૂપિયાના ગોટાળાના કેસમાં CBIએ ફારૂક અબદુલ્લા સામે ચાર્જશીટ ફાઇલ કરી

૪૩.૬૯ કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે

નવી દિલ્હી તા.૧૭: જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) દ્વારા ગેરરિતી આચરવાના તથા ફન્ડનો ગેરવહીવચ કરવાના આરોપસર CBIએ ગઇ કાલે  શ્રીનગરની સ્પેશ્યલ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબદુલ્લા અને અન્ય ત્રણ  વ્યકિતઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. CBIએ  અબદુલ્લા અને અન્ય ત્રણ જણ વિરૂદ્ધ રણબીર પીનલ કોડ હેઠળ ગુનાહિત કાવતરા અને વિશ્વાસભંગના આરોપ લગાવ્યા છે.

ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ૨૦૦૨ થી ૨૦૧૧ દરમ્યાન JKCAને જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને સુવિધાઓ વિકસાવવા માટે ૧૧૨ કરોડ રૂપિયા ફાળવ્યા હતા, એમાંથી ૪૩.૬૯ કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી અને એનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો.(૭.૫)

(11:36 am IST)