Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડાની શકયતા

સરકારના અનુમાન મુજબ, ચાર પાંચ દિવસમાં થશે ૫૦ પૈસા સુધીનો ઘટાડો

નવીદિલ્હી, તા.૧૭: પેટ્રોલ તેમજ ડિઝલની કિંમતોમાં વધારાના લીધે ત્રસ્ત રાહતના સમાચાર છે આવતા ચારથી પાંચ દિવસની અંદર પેટ્રોલ તેમજ ડિઝતની કિંમતોમાં ૫૦ પૈસા સુધીનો ઘટાડો થશે. આ અંદાજ કેન્દ્રના પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલયનો છે મંત્રાલયનો આ અંદાજએ પણ છે કે લાંબો સમયગાળો એટલેકે આ નાણાંકીય વર્ષના બાકી રહેલા મહિના દરમ્યાન કાચાતેલની કિંમત ૭૦-૭૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ બની રહેશે જેનાથી ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય રીતે વહન કરવાની સ્થિતિમાં રહેશે તેનાથી સરકારને ભીજોરીને કાળુ કરવામાં પણ મદદ મળશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટુંપ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે તે કાચા તેલના ઉત્પાદનમાં કોઇ ઘટાડો કરશે નહી તે પહેલા સાઉદી અરબ અને ઇરાક પણ કહી ચુકયા છે કે તેઓ ઉત્પાદન ઘટાડશે નહિ જયારે અમેરિકા તરફથી સ્પષ્ટ સંકેત છે કે તેઓ જરૂરીયાત પડવા પર પોતાના તેલ ક્ષેત્રથી કુંડનું ઉત્પાદન વધારશે. આ દરેક કારણોના લીધે કુડની કિંમતો નરમ પડી છે.

દેશની સરકારી તેલ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૧૧ પૈસા પ્રતિ લિટર અને ડિઝલમાં ૧૪ પૈસા પ્રતિ લિટર ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની ખુદરા કિમતોમાં ૭૬.૮૪ રૂ. પ્રતિલિટર રહી છે.જયારે ડિઝલની કિમત ૬૮.૪૦ પ્રતિલિટર રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ આવતા ૪-૫ દિવસોની અંદર ખુદરા કિંમત ૫૦ પૈસા સુધી ઓછી થશે.(૨૨.૬)

 

(11:35 am IST)