Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, રાજસ્થાન સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાય જીલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. ગુજરાતના ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, નવસારી, રાજકોટ અને ભાવનગરમાં ભારે વરસાદથી પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતા મજુબ આજે મંગળવારે ગુજરાત સહીત કોંકણ અને ગોવામાં ભારે વરસાદની શકયતા છે. આ સિવાય મધ્યપ્રદેશ, છત્તિસગઢ, રાજસ્થાન, કર્ણાટકના કેટલાક ભાગો, કેરળ, ભુવનેશ્વર, ઓડીશાના ૧૫ જીલ્લાઓ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદનું અનુમાન છે. ઓડીશાની રાજધાની ભુવનેશ્વરમાં આંધી- તોફાન સાથે વરસાદની શકયતા છે. જયારે દિલ્હી- એનસીઆરમાં વાદળો છવાયેલા રહેશે. સાંજ સુધીમાં હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

(11:34 am IST)