Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગરીબોને વર્ષે પ લાખ સુધીનો મફત અને કેશલેસ ઇલાજ સુનિશ્ચિત કરવા માટે

ગરીબોના મફત ઇલાજ માટે હોસ્પિટલોમાં ''આયુષ્યમાન મિત્ર'' તૈનાત કરાશે

વી દિલ્હી તા.૧૭: ગરીબોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીના મફત અને કેશલેસ ઇલાજની ચોકસાઇ માટે બધી સંલગ્ન હોસ્પિટલોમાં આયુષ્યમાન મિત્ર તૈનાત થશે. આ સાજે જ લાભાર્થીઓની સાચી ઓળખ નક્કી કરવા માટે તેમને નવું આયુષ્યમાન કાર્ડ પણ આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં ૮૦ ટકા અને શહેરી વિસ્તારોમાં ૬૦ ટકા ગરીબ પરિવારોને ઓળખનું કામ પુરૂ થઇ ગયું છે.

''આયુષ્યમાન મિત્ર''ની જરૂરીયાત અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે એનાથી લાભાર્થીઓને હોસ્પિટલમાં આમ તેમ ભટકવું નહીં પડે. આયુષ્યમાન મિત્ર દર્દીઓને કોઇ તકલીફ ન પડે અને તેમની સારવાર મફત અને કેશલેસ થાય તેનું ધ્યાન રાખશે. તે ગરીબ પરિવારોને ઇલાજ માટે કેટલો ખર્ચ થશે તે પણ કહેશે. ઉચ્ચ અધિકારીઓએ કહયું કે આ આયુષ્યમાન મિત્રોને હોસ્પિટલ પોતે જ તૈનાત કરશે અને આ બાબત તેમની સાથે થઇ રહેલી સમજૂતીમાં ચોખવટ કરાઇ છે.

આયુષ્યમાન મિત્ર ઉપરાંત લાભાર્થી પરિવારોને આયુષ્યમાન કાર્ડ પણ અપાશે. ઉચ્ચઅધિકારીએ કહયું કે શરૂઆતમાં આ યોજનામાં આવતા પરિવારોને કયુ આર કોડ વાળા કાગળ આપવામાં આવશે. જેથી તેમની ઓળખમાં કોઇ મુશ્કેલી ન પડે. પછી પરિવારના દરેક સભ્યને અલગ-અલગ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે. આનાથી દેશના કોઇપણ ભાગમાં અને કોઇપણ હોસ્પિટલમાં સારવારમાં કોઇ સમસ્યા નહીં થાય.

કયુઆર કોડવાળા કાગળ અને આયુષ્યમાન કાર્ડની સાથે જ સરકાર આયુષ્યમાન ભારત માટે આઇટી પ્લેટફોર્મ પણ તૈયાર કરી રહી છે. ઉચ્ચ અધિકારીએ કહયું કે આ પ્લેટફોર્મના પરિક્ષણનું કામ ચાલી રહયું છે. તેમાં ૧૦. ૭૪ કરોડ પરિવાારના ૫૫ કરોડ લાભાર્થીઓનો ડેટા હશે. પછી લાભાર્થીઓના ઇલાજથી માંડીને બધી જાણકારી આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. તેમણે કહયું કે ઇલાજ દરમ્યાન લાભાર્થીઓને કોઇ પણ જાતની તકલીફ ન પડે તે માટે બધા ઇંતજામ કરાઇ રહયાં છે. (૧.૪)

(10:46 am IST)