Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

દુષ્‍કર્મ અને છેડતીના પ્રકરણમાં મહિલા વિરૂદ્ધ ખોટા પૂરાવા રજૂ કરવા બાદ કેસ દાખલ કરવા દિલ્હી કોર્ટનો આદેશઃ આવા બધા કેસમાં યુવતિઓ સાચી હોય તેવું જરૂરી નથી

નવી દિલ્હીઃ દિલ્હીની એક યુવતીએ તેના બોસ પર જાતિય સતામણીની ખોટી ફરિયાદ કરી હતી અને બાદમાં પોલીસ અને કોર્ટમાં આપેલી ફરિયાદને પરત ખેંચી લીધી હતી. આ કેસમાં આકરું વલણ અપનાવતાં કોર્ટે પોલીસને આદેશ આપ્યો કે મહિલા વિરુદ્ધ ખોટા પુરાવા રજૂ કરવા બદલ કેસ દાખ કરવામાં આવે.

કંપનીમાં પોતે એકમાત્ર કર્મચારી વધી હોય તેણે પોતાના એમ્પલોયર વિરુદ્ધ જાતિય શોષણની ફરિયાદ દાખલ કરી હતી. જો કે મહિલાના બોસે આરોપોનો રદિયો આપતા કહ્યું કે યુવતી તેમની પાસેથી પૈસા પડાવવા માંગે છે. કોર્ટમાં હાજર કરતી વખતે મહિલાએ દાવો કર્યો કે તેણે આરોપી વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફરિયાદ નથી નોંધાવી. એટલું જ નહીં આ મહિલાએ સીઆરપીસી 164 હેઠળ પોલીસ સમક્ષ સહી કે નિવેદન આપ્યું ન હોવાનું કોર્ટમાં રટણ રટ્યું હતું.

પરંતુ ફરિયાદમાં મહિલાની સહી હતી ત્યારે કોર્ટે સહી સરખાવવા માટે મહિલાને એક કોરાં કાગળ પર સહી કરવા કહ્યું હતું. જો કે કોર્ટે નિરીક્ષણ કર્યું કે મહિલાએ ઈરાદાપૂર્વક અસ્થિર લખાણમાં સહી કરી હતી. મહિલાની આ હરકત કાનૂની પ્રક્રિયાની અવગણના સમાન ગણાવી કોર્ટે કહ્યું કે યુવતી કોર્ટ સમક્ષ જૂઠું બોલી રહી છે. કોર્ટે કહ્યું કે ખોટી FIR સામે આંખો ન મીંચી શકીએ, આવા પ્રકારની ઘટનાઓમાં કોર્ટ ચૂપ ન બેસી શકે. સાથે જ કોર્ટે મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.

(9:01 am IST)