Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

બિહારમાં ભારે વરસાદ : મોટાભાગની નદીઓ ખતરાના નિશાન ઉપર : મુજફફરપુરમાં પાણીમાં તણાતા ત્રણના મોત

નદીઓમાં ચાર લાખ કયુસેકથી વધુ પાણી ઉમેરાયું :અરરીયા સહીતના 11 જીલ્લામાં પૂરનું એલર્ટ જાહેર

બિહારમાં ભારે વરસાદ વરસ્યો છે સતત ત્રણ દીવસથી મોસમની પ્રથમ વર્ષા થઈ રહી છે.ભારે વરસાદથી ગંગા, ગંડક, બૂઢી ગંડક સહિતની નદીઓમાં પાણી ભરાતા તમામ નદીઓમાં પાણી ભરાતા તમામ નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. નદીઓમાં ચાર લાખ કયુસેકથી વધુ પાણી ઉમેર્યુ છે અને અરરીયા સહીતના 11 જીલ્લામાં પૂરનું એલર્ટ જાહેર થયુ છે. જયારે મુજફફરપુરમાં પાણીમાં તણાઈ જવાથી ત્રણના મોત થયા છે.

(7:00 pm IST)