Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

'રેમડેસિવીર'ઓકસફોર્ડ ડિકશનરીમાં ઉમેરવામાં આવ્યો

કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ બોલવામાં આવેલ શબ્દ

નવી દિલ્હીઃ ઓકસફોર્ડ ડિકશનરીમાં અનેક શબ્દો ઉમેરાવાની સાથે કોરોના વાયરસને કારણે અંગ્રેજી ભાષા ઉપર ખૂબ જ અસર થઈ છે. રેમડેસિવીર શબ્દને ઓકસફોર્ડ ડિકશનરીમાં ઉમેરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનામાં ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસિવીર શબ્દ ખૂબ જ પ્રચલિત થયો છે. અનેક લોકોને કોરોનાના ઈલાજ માટે રેમડેસિવીર 'એન્ટી વાયરલ ઇન્જેકશન'ની જરૂર ઊભી થઈ હતી. જૂન ૨૦૨૧માં રેમડેસિવીર શબ્દને ઓકસફોર્ડ ડિકશનરીમાં ઉમેરવામાં આવ્યો છે.

OEDની અધિકૃત વેબસાઈટ અનુસાર, 'ઓકસફોર્ડ ઈંગ્લિશ ડિકશનરીમાં ૧૦૦૦ ફુલ્લી રિવાઈઝડ એન્ટ્રી કરવામાં આવી છે અને ૭૦૦ નવા શબ્દ ઉમેરવામાં આવ્યા છે. જેમાં ડેડનેમ, સ્ટેકેશન અને સોશિયલ ડિસ્ટન્સ જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે.'

OED એ જણાવ્યું હતું કે '૨૦૨૦ વર્ડ ઓફ ધ યર કેમ્પેઈન'થોડુ અલગ જોવા મળતું હતું. અંગ્રેજી ભાષાને પણ વારંવાર અનુરૂપ થવું પડ્યું છે. નિષ્ણાંતોની ટીમે દરેક સમયે શાબ્દિક ડેટા પ્રાપ્ત કર્યા છે અને તેનું વિશ્લેષણ કર્યું છે.

વર્ડ ઓફ ધ યર પ્રક્રિયા શરૂ થતા આ ડેટા પરથી જાણી શકાયું કે ૨૦૨૦ એવું વર્ષ નથી, જેને માત્ર એક શબ્દથી સમાયોજિત કરી શકાય. આ કારણોસર સમગ્ર વર્ષ દરમિયાન ભાષા પરિવર્તન અને તેના વિકાસ અંગે વિસ્તૃતમાં રિપોર્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

૨૦૨૧ના છેલ્લા કેટલાક મહિનામાં કોવિડ લોકડાઉન દરમિયાન 'સેલ્ફ આઈસોલેટ', 'સેલ્ફ કવોરન્ટાઈન', 'ઈન્ફોડેમિક', 'ફિઝીકલ ડિસ્ટન્સિંગ' જેવા ઉપયોગ કરેલ શબ્દ પણ OEDમાં ઉમેરવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૨૦માં કોલિન્સ ડિકશનરીએ કહ્યું હતું કે 'કોવિડ-૧૯ દરમિયાન સૌથી વધુ બોલાતો શબ્દ 'લોકડાઉન' વર્ડ ઓફ ધ યર છે.' લેકિસકોગ્રાફર્સે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં લોકો આ શબ્દથી પરિચિત થઈ ગયા હતા, અને સરકાર કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પ્રયત્નો કરી રહી હતી.

પ્રકાશક હાર્પર કોલિન્સે જણાવ્યું કે, 'સમગ્ર વિશ્વમાં અરબો લોકો માટે આ એક એકીકૃત અનુભવ છે, જેમણે કોવિડ-૧૯દ્ગચ ફેલાતો રોકવા માટે તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.'

કોલિન્સે ૨૦૨૦ દરમિયાન લોકડાઉનના એક મિલિયનથી વધુ લોકોએ ઉપયોગ કર્યો, જે તેની પહેલાના વર્ષે માત્ર ૪૦૦૦નો આંકડો હતો.

મહામારીના કારણે દૈનિક ઉપયોગમાં લેવાતી ભાષા પર અસર થઈ છે. વર્ષ ૨૦૨૦માં ૧૦ શબ્દોમાંથી ૬ શબ્દ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ સાથે સંબંધિત છે. ૧૦ શબ્દોની લાંબી યાદીમાં 'કોરોના વાયરસ', 'સેલ્ફ આઈસોલેટ' અને'ફર્લો'ની સાથે સાથે 'લોકડાઉન' અને 'કી વર્કર' શબ્દને પણ ઉમેરવામાં આવ્યા હતા.

(4:11 pm IST)