Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ગુજરાતમાં ચોમાસુ આગળ વધવા માટે સાનુકુળ સંજોગો નથીઃ બિહારમાં ભારે વરસાદથી પૂરનો ખતરો

દિલ્હીમાં ૭ થી ૧૦ દિવસ બાદ ચોમાસાનું આગમન થશેઃ યુ.પી., બંગાળ, એમ.પી.,ગોવા, કર્ણાટક, કેરળમાં વરસાદની આગાહી

 નવી દિલ્હીઃ ભારતમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે. જેના લીધે હવે દિલ્હીમાં ચોમાસાનું આગમન હવે ૭ થી ૧૦ દિવસમાં થઈ શકે છે.

જયારે ઉત્તરપ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને વરસાદ પડી રહ્યો છે. બિહારમાં પણ વરસાદના લીધે નદીઓ ઉફાન ઉપર છે અને પુરનો ખતરો મંડરાઈ રહ્યો છે.

હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાન, ગુજરાતના અમુક ભાગો પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ચોમાસુ આગળ વધવા માટે હાલ પરીસ્થિતિ અનુકુળ નથી. જયારે સ્કાયમેટ વધેર જણાવે છે કે ૨૪ કલાકમાં બિહાર, પૂર્વ ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છતિસગઢના અમુક ભાગો, પૂર્વ મધ્યપ્રદેશ, દક્ષિણ કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળના અમુક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશના બાકીના ભાગો તેલંગાણાના અમુક ભાગો, વિદર્ભના અમુક ભાગો, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અલગ- અલગ ભાગો તેમજ તેલંગાણાના અમુક ભાગોમાં એકાદ બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

(4:08 pm IST)