Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

આઇઆઇએમ કોલકતામાંથી એમબીએ કરીને અમેરિકામાં પ વર્ષ નોકરી કર્યાબાદ ડેરીનું કામ સંભાળ્યું: ૭ વર્ષ બાદ કંપનીનું ટર્ન ઓવર ૯૦ લાખ થઇ ગયું

નવી દિલ્હી: અજમેરીની અંકિતા કુમાવતે વર્ષ 2009માં IIM કોલકાતામાંથી એમબીએ કર્યુ અને તે બાદ જર્મની સિવાય અમેરિકામાં આશરે પાંચ વર્ષ સુધી નોકરી કરી. તે બાદ તેણે નોકરી છોડીને પિતાની ખેતી અને ડેરીનું કામ સંભાળ્યુ. અંકિતાએ પોતાની કંપની શરૂ કરી અને 7 વર્ષ બાદ તેની કંપનીનું ટર્નઓવર 90 લાખ પહોચી ગયુ.

જ્યારે અંકિતા 3 વર્ષની હતી ત્યારે તેને જોન્ડિસ થઇ ગયુ હતું. ડૉક્ટરોએ અંકિતાને પ્યોર ફૂડ અને પ્યોર મિલ્ક આપવાની વાત કરી હતી પરંતુ અંકિતાના પિતાને પ્યોર મિલ્ક મળતુ નહતું. તે બાદ તેમણે પોતાની ગાય પાળી હતી અને અંકિતા જલ્દી સ્વસ્થ થઇ ગઇ હતી. તે બાદ તેમના મગજમાં દૂધ સાથે અન્ય પ્યોર પ્રોડક્ટનો આઇડિયા આવ્યો હતો પરંતુ નોકરીને કારણે તે કોઇ કામ શરૂ કરી શકતા નહતા, કારણ કે તેમની પાસે પૈસા નહતા.

અંકિતાના પિતાએ નોકરીની સાથે થોડી ખેતી શરૂ કરી અને ગાય રાખવાનું પણ શરૂ કર્યુ. તે બાદ ધીમે ધીમે ગાયની સંખ્યા વધતી ગઇ અને આસપાસ દૂધ વેચવાનું શરૂ કરી દીધુ. વર્ષ 2009માં જ્યારે અંકિતાને નોકરી લાગી તો તેના પિતાએ પોતાની નોકરી છોડી દીધી અને પુરો સમય ઓર્ગેનિક પ્રોડક્ટમાં આપવા લાગ્યા હતા.

5 વર્ષ પછી અંકિતાએ પણ નોકરી છોડી દીધી

અંકિતા કહે છે કે પાંચ વર્ષ સુધી જર્મની અને અમેરિકામાં સારી સારી કંપનીમાં નોકરી કર્યા બાદ નક્કી કર્યુ કે ગામ પરત ફરીને પિતાની મદદ કરવી જોઇએ. વર્ષ 2014માં અંકિતા અજમેર પરત ફરી અને પિતા સાથે ડેરી ફાર્મિગ અને ઓર્ગેનિક ફાર્મિગનું કામ શરૂ કર્યુ.

અજમેર પરત આવ્યા બાદ અંકિતાએ નવી ટેકનોલોજી પર ભાર આપ્યો અને સોલર સિસ્ટમ સિવાય ડ્રિપ ઇરિગેશન ટેકનિક ડેવલપ કરી. આ સાથે જ તેણે કેટલીક સંથામાંથી ટ્રેનિંગ પણ લીધી અને માર્કેટિગ પર ફોકસ કર્યુ.

અંકિતાએ તે બાદ પ્રોસેસિંગ યૂનિટ લગાવી અને ઘી, મીઠાઇ, મધ, નમકી,ન ડ્રાય ફૂટ્સ, મસાલા, દાળ જેવી પ્રોડક્ટ તૈયાર કરવાનું શરૂ કર્યુ. આજે તેમની પાસે બે ડઝનથી વધુ વેરાયટીની પ્રોડક્ટ છે અને તેણે આશરે 100 લોકોને રોજગાર આપ્યો છે.

ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો

અંકિતાએ જણાવ્યુ કે પ્રોડક્ટને સીધા કસ્ટમર સુધી પહોચાડવા માટે માર્કેટિંગ સ્કિલ્સનો ઉપયોગ કર્યો અને સોશિયલ મીડિયા સિવાય ઓનલાઇન પ્લેટફોર્મ પર ફોકસ કર્યુ, તેમણે matratva.co.in નામથી ખુદની વેબસાઇટ લોન્ચ કરી અને દેશભરમાં પોતાની પ્રોડક્ટની સપ્લાય કરવા લાગી હતી. તે બાદ તેણે ફ્લિપકાર્ટ અને એમેઝોન સહિત કેટલીક ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ પોતાની પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યુ હતું.

(4:02 pm IST)