Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

માસુમ ઓરમાન પુત્રીને બચાવવા નદીમાં કુદી પડેલા 'હિરો પિતા'નું મૃત્યુ

૧૯ મહિનાની પુત્રી કોઇપણ કારણોસર નદીમાં લપસી અને તરતા નહીં જાણતા પિતાએ ઝંપલાવી દીધું

માયાળુ પિતા જેનું નામ રેઝા હતું તેણે અરની નદી ઇવિબ્રિજ-ડેવોનમાં ઓરમાન પુત્રી કે જે નદીના પાણી સાથે ઝઝુમી રહી હતી તેને બચાવવા ઝંપલાવી દીધું હતું. 'હિરો પિતા' જે તરી શકતો નહતો તેનું પુત્રીને બચાવવા જતાં મોત થયું હતું.

મંગળવારે સાંજની આ ઘટના નદીમાં કુદી પડેલા પિતાના દેહને પાછળથી મૃત જાહેર કરાતાં અરેરાટી મચી ગઇ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડ આશરે રાત્રે ૮ વાગ્યે બોલાવાયું હતું. બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી પરંતુ તેની સ્થિતિ શું છે તે જાણી શકાયું નથી.

માયાળુ અને નિઃસ્વાર્થ રેઝાએ તેની પુત્રીને તો જેમ તેમ બચાવી લીધી પણ તે ન બચી શકયો. હવે તેની ગર્લ ફ્રેન્ડ અને ૧૯ મહિનાની પુત્રીને છોડી અનંતની વાટે ચાલ્યો ગયો છે.

(3:13 pm IST)