Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

આલે લે : ભાગી છૂટેલ બે કેદી પોલીસથી બચવા હોસ્પિટલના આઇસીયુમાં દાખલ થયા

રાજસ્થાનની ફલોદી સબજેલમાંથી ૧૬ કેદીઓ ફરાર થયેલ

જોધપુર,તા. ૧૭ : રાજસ્થાનના ફલોદી પોલીસે સબજેલથી ફરાર વધુ બે કેદીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં ૧૦ બંદી અને ૩ મદદગાર પકડાયા છે.

બન્ને કેદીઓએ પોલીસથી બચવા બાલોતરામાં ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં દર્દી બનીને દાખલ થયેલ. ૫ એપ્રિલ ૧૬ કેદીઓ ભાગી ગયેલ. તેમાં આ બન્ને શિવપ્રતાપ અને શ્રવણરામ પણ સામેલ હતા. કારમાં નાકાબંધી તોડીને ભાગેલા બન્ને કેદીઓ કાર સરખી કરાવવા ગેરેજ ગયેલ. ત્યાં તેમને પોલીસનો અણસાર આવતા હોસ્પિટલમાં દાખલ થયેલ. પોલીસને જાણ થતા હોસ્પિટલ સંચાલકની આકરી પુછપરછમાં ભાંડો ફૂટી ગયેલ.

(3:12 pm IST)